ETV Bharat / state

પ્રદેશ પ્રમુખ મુદ્દે NCPમાં વિરોધનો વંટોળ, કમિટીઓના રાજીનામા - LATEST NEWS OF SHANKAR SHINH VAGHELA

રાજ્યના રાજકારણ માટે આજનો દિવસ હોટ રહ્યો હતો. એક તરફ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે. બીજી તરફ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને તમામ કમિટીઓ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાને રાજીનામા આપી દીધા હતા.

શંકરસિંહ વઘેલા
શંકરસિંહ વઘેલા
author img

By

Published : Jun 4, 2020, 3:55 PM IST

Updated : Jun 4, 2020, 4:41 PM IST

ગાંધીનગરઃ રાજ્યના રાજકારણ માટે આજનો દિવસ હોટ રહ્યો હતો. એક તરફ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે. બીજી તરફ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને તમામ કમીટીઓ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાને રાજીનામા આપી દીધા હતા.

આ અંગે બાપુએ કહ્યું હતું કે, હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચાડવામાં આવશે. જો નહીં માને તો આગામી સમયમાં નવો મોરચો અસ્તિત્વમાં લાવવાના પણ સંકેત આપ્યા હતા.

પ્રદેશ પ્રમુખ મુદ્દે NCPમાં વિરોધનો વંટોળ

રાજ્યમાં નવા મોરચાને જન્મ આપવામાં માહિર શંકરસિંહ વાઘેલા હવે NCPથી પણ દૂર થઈ રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. બાપુએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે, જ્યારે ગુજરાતમાં એનસીપીની અસ્તિત્વ ન હતું. ત્યારે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલને મળીને તેમાં નવા પ્રાણ પૂરવા માટે બાગડોર સંભાળી હતી.

રાજ્યમાં એક વર્ષ સુધી વિસનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને NCPના કાર્યકારી પ્રદેશ પ્રમુખ બબલદાસ પટેલને કાર્યકારી પ્રમુખ નિમવામાં આવ્યા હતા. પરંતુ કોરોના જોખમ વચ્ચે પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કીની નિમણૂક કરવામાં આવતા બાપુ સમર્થકો અને કાર્યકરો લાલઘૂમ થઈ ગયા હતા. જેમણે આજે શંકરસિંહ વાઘેલાને તમામ કમિટીમાંથી રાજીનામા આપી દીધા હતા.

કાર્યકરોએ રાજીનામા આપી દીધા બાદ બાપુએ કહ્યું કે, તેમની વાતને ઉપર સુધી પહોંચાડવામાં આવશે. હાઈકમાન્ડ તેમની વાત નહીં સાંભળે તો તમામ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરીને નવી રણનીતિ નક્કી કરવામાં આવશે.

આગામી સમયમાં બાપુએ સંકેત આપતા કહ્યું હતું કે, વિધાનસભાની 12 સીટો ખાલી પાડવાની છે. જયારે જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનીની ચૂંટણીમાં એનસીપી ના હોય તો પણ બાપુના જીવમાં જીવ હશે. ત્યાં સુધી ચૂંટણી લડશે રાજ્યમાંથી અને દેશમાંથી ભ્રષ્ટાચારી ભાજપ પાર્ટીને ઉખેડી નાખવા માટે બાપુ છેલ્લે સુધી કાર્યરત રહેશે.

વાઘેલાએ કહ્યું હતું કે, મેં ક્યારેય પૈસા માટે પાર્ટી છોડી નથી. જ્યારે પાર્ટીનો સુરજ ઉપર જઈ રહ્યો હતો, ત્યારે પાર્ટીઓને અલવિદા કરી છે. હું ડોક્ટર હતો ત્યારે મારાથી એક પણ કેસ ફેલ થયા નથી, મેં હંમેશા સારી સારવાર કરી છે. ભાજપનો પાયો મજબૂત કરવા મેં મહેનત કરી છે. પરંતુ આ પાર્ટી કાર્યકરોનો ઉપયોગ કરી રહી છે.

Last Updated : Jun 4, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.