ETV Bharat / state

ગુજરાત ભૂકંપ અપડેટ: બે કલાકમાં 6 આંચકા: સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર સાયન્ટિસ્ટ સાથે ખાસ વાતચીત - સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

રાજ્યમાં 8 વર્ષ બાદ ધરા ધ્રુજી હતી. રાજ્યમાં બે કલાકમાં ભૂકંપના 6 આંચકા નોંધાયા હતા. આ બાબતે ઈટીવી ભારતે સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર સાયન્ટિસ્ટ પલ્લવી ચૌધરી સાથે ખાસ વાતચીત કરી હતી.

gujarat earthquake
gujarat earthquake
author img

By

Published : Jun 15, 2020, 2:35 AM IST

Updated : Jun 15, 2020, 2:53 AM IST

ગાંધીનગર: રાજ્યમાં રવિવારે રાત્રે 8:13 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદ, રાજકોટ, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાયા હતા. જ્યારે સૌરાષ્ટ્રના ભચાઉ અને રાજકોટ વિસ્તારમાં કાચા મકાનો પડી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વર્ષ 2012માં જૂન મહિનામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જે બાદ 8 વર્ષ પછી રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભચાઉથી ઉત્તરમાં 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ સિસ્મોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બતાવવામાં આવ્યું છે.

સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર સાયન્ટિસ્ટ સાથે ખાસ વાતચીત

રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. નાગરિકો કોરોના વાઇરસથી ડરી રહ્યા છે. તેવા સમયે રવિવારે રાજ્યના નાગરિકોને ભૂકંપના આંચકાએ હચમચાવી નાખ્યા હતા. રાત્રે 8:13 કલાકે 5.3ની તીવ્રતાનો પહેલો આંચકો અનુભવાયો હતો. જે બાદ 8:19 કલાકે 3.1નો બીજો, 8:39 કલાકે 2.9નો ત્રીજો, 8:51 કલાકે 2.2નો ચોથો, 8:56 કલાકે 2.5નો પાંચમો અને 10.02 કલાકે 3.9 રીકટર સ્કેલનો છઠ્ઠો આંચકો નોંધાયો હતો.

gujarat earthquake
બે કલાકમાં 6 આંચકા

બે કલાકમાં છ જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર સાયન્ટિસ્ટ પલ્લવી ચૌધરીએ જણાવ્યું કે, વર્ષ 2001માં ભુજમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. જે બાદ વર્ષ 2012માં અને એ પછી 14 જૂનના રોજ ભચાઉથી 10 કિલોમીટર દુર ઉત્તર તરફ 5.3ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. જો કે, ક્યાંય નુકસાન થયું હોય તેના સમાચાર સામે આવ્યા નથી. જ્યારે ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને તેની અસર જોવા મળી છે.

gujarat earthquake
રાજ્યમાં બે કલાકમાં ભૂકંપના 6 આંચકા નોંધાયા

રાજ્યના મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ ભૂકંપના આંચકાને લઇને રાજકોટ, કચ્છ અને પાટણ જિલ્લાના કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટર્સને સતર્ક રહેવાની તાકીદ કરી હતી. ભૂકંપના આંચકાને લઇને નુકસાન થઈ હોય તો તેની વિગતો પણ મેળવવા સુચના આપી હતી. તેમજ જિલ્લા ખાતે આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શહેરના કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરવા આદેશ આપ્યો હતો.

gujarat earthquake
સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

ભૂકંપના આંચકાના કારણે અમદાવાદમાં આવેલા ઉંચા ફ્લેટમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. જ્યારે પાટણ, જૂનાગઢ અને ભચાઉમાં મકાન પડી જવાના સમાચાર સામે આવ્યા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ફ્લેટમાં રહેતા લોકોને ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી.

Last Updated : Jun 15, 2020, 2:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.