ETV Bharat / state

કોરોના કહેરની વચ્ચે ગાંધીનગરમાં એક સ્વાઈન ફ્લૂ પોઝિટિવ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના ભય વચ્ચે ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂ (H1N1)નો પોઝિટિવ કેસ નોંધાયો છે. તબીબનો અભ્યાસ કરતા યુવકને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા હવે તંત્ર માટે નવી મુસીબત સામે આવી રહી છે.

Swine flu
Swine flu
author img

By

Published : Mar 18, 2020, 9:11 AM IST

ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર અને જિલ્લાનું વહિવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. હાલમાં આ દર્દીને ગાંધીનગર સિવિલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. એક તરફ કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે સ્વાઇન ફ્લૂનો અણધાર્યો કેસ સામે આવતા હોસ્પિટલ તંત્ર માટે પડકારજનક સ્થિતિ સર્જાઇ છે.

મળતી વિગતો મુજબ સરગાસરણમાં રહેતા 35 વર્ષના યુવાનની તબિયત નાદુરસ્ત થતાં તેને 3 દિવસ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે દરમિયાન તેની બિમારીના લક્ષણો સ્વાઇન ફ્લૂ જેવા જણાઇ આવતાં તંત્ર દ્વારા દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. મંગળવારે બપોરે દર્દીનો H1N1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટના આધારે દર્દીને ખાસ ઉભા કરાયેલા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલો યુવાન સ્વાઇન ફ્લૂની ઝપટમાં આવી જતાં તંત્ર એકાએક એલર્ટ થઇ ગયુ છે.

વર્ષ 2018માં અને તે પછી ગત 2019ના ફેબ્રુઆરી માસમાં ગાંધીનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો હતો. ગત માર્ચ મહિનામાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં 75થી વધુ દર્દી સ્વાઇન ફ્લૂના નોંધાયા હતાં. તેમાં મૃત્યુ પામેલા દર્દીની સંખ્યા ચિંતાજનક હતી. એક બાજુ કોરોના તો બીજી બાજુ સ્વાઈન ફ્લુનો કેલ પોઝિટિવ આવતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.