ETV Bharat / state

Budget Session 2024 : ગુજરાત વિધાનસભા બજેટ સત્રની સત્તાવાર જાહેરાત, વિધાનસભા બજેટ સત્ર 2024 ની સંપૂર્ણ માહિતી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. વિધાનસભા અધ્યક્ષે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યપાલના આહ્વવાન અને લોકસભા ચૂંટણી નજીક હોવાના કારણે બજેટ સત્ર વહેલું બોલાવવામાં આવ્યું છે. જાણો ક્યારથી શરૂ થશે વિધાનસભા બજેટ સત્ર અને વિધાનસભા ગૃહની કામગીરી કેવી રહેશે...

Budget Session 2024
Budget Session 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 12:50 PM IST

ગુજરાત વિધાનસભા બજેટ સત્રની સત્તાવાર જાહેરાત

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં દરવર્ષે બજેટ સત્ર 20 ફેબ્રુઆરી બાદ યોજાય છે. પરંતુ આ વર્ષે 2024 લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી બજેટ સત્ર 20 દિવસ વહેલા બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પણ ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર બોલાવવા અંગે સત્તાવાર રીતે આહવાન કર્યું હોવાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.

24 દિવસીય બજેટ સત્ર : વિધાનસભાના સત્ર અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર બોલાવવા માટે આહવાન કર્યું છે. ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસ દરમિયાન કુલ 26 બેઠકો મળશે. આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બજેટ સત્રની કામગીરી : ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે અને ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચા થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણી પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. અગાઉ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં જઈ શકે તે માટે શનિવાર અને રવિવારના રોજ સત્ર મોકૂફ રાખવામાં આવતું હતું. પરંતુ આ વખતે શનિવારના રોજ પણ સત્ર યોજાશે.

ડિજિટલ વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. આ પ્રથમ બજેટ સત્ર છે, ત્યારે વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.

  1. Budget 2024-25: 2 ફેબ્રુઆરીએ રાજ્યનું 'સંપૂર્ણ' બજેટ 2024-25 રજૂ થશેઃ ઋષિકેશ પટેલ
  2. Budget Session: 2013માં મંજૂર થયેલી સૌની યોજના આજે પણ અધૂરી, છતાં સરકારે અત્યાર સુધીમાં 16 હજાર કરોડ ખર્ચી નાખ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.