ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની મુખ્યપ્રધાન પદે તાજપોશી, શિંદે બન્યા ડે.CM, - DEVENDRA FADNAVIS CM OATH

રાજ્યમાં નવી સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા આમંત્રિત કર્યા બાદ, દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે. ત્યારે શિંદે

આજે દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી
આજે દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2024, 8:52 AM IST

Updated : Dec 5, 2024, 3:44 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ત્યારે એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન તરીકે જવાબદારી સંભાળશે. ફડણવીસ રાજ્યના 21મા મુખ્યમંત્રી હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના વિશાળ આઝાદ મેદાનમાં આયોજિત સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે.

હજુ એ સ્પષ્ટ નથી થયું કે, કાર્યવાહક સીએમ એકનાથ શિંદે નવા મંત્રાલયનો ભાગ બનશે કે નહીં. જ્યારે ફડણવીસે કહ્યું કે તેમણે શિંદેને સરકારમાં સામેલ થવા વિનંતી કરી છે. આ અંગે એકનાથ શિંદેએ કહ્યું કે મીડિયાને બુધવારે પછીથી આ મોરચે અપડેટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ફડણવીસને સર્વસંમતિથી રાજ્ય ભાજપ વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા બાદ, શાસક મહાયુતિ ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યું હતું.

મહારાષ્ટ્રમાં ડબલ એન્જિનની સરકાર: વિધાન ભવનમાં યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ફડણવીસને સર્વસંમતિથી ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. બેઠકમાં બોલતા, ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રમાં "ડબલ એન્જિન સરકાર" વિકાસને વેગ આપશે.

તે જ સમયે, ફડણવીસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ભાજપના ધારાસભ્યોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, 20 નવેમ્બરની વિધાનસભા ચૂંટણીમાં શાસક મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત પીએમ મોદી દ્વારા આપવામાં આવેલ મંત્ર "એક હૈ તો સેફ હૈ છે" ના કારણે છે.

વિધાન ભવનની બેઠકમાં રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલે ધારાસભ્ય દળના નેતા તરીકે ફડણવીસના નામની દરખાસ્ત કરી હતી. બુધવારે ધારાસભ્ય દળની બેઠક પહેલાં અહીં યોજાયેલી રાજ્ય ભાજપની કોર કમિટીની બેઠકમાં ટોચના પદ માટે ફડણવીસનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

રાજભવનમાં પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદે સાથેની તેમની મુલાકાત દરમિયાન તેમણે તેમને કહ્યું કે શિવસેના અને મહાયુતિના સભ્યોની ઈચ્છા છે કે તેઓ આ સરકારમાં અમારી સાથે હોય. તેમને પૂરો વિશ્વાસ છે કે શિંદે તેમનું સમર્થન કરશે. તમને જણાવી દઈએ કે, શિંદે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ આપીને થાણેમાં હતા, જેના કારણે મહાયુતિ ગઠબંધનમાં આંતરિક વિખવાદની અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, તે મંગળવારે તેઓ મુંબઈ પરત ફર્યા હતા.

2 હજાર લોકો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે: ભાજપના નેતા પ્રસાદ લાડના જણાવ્યા અનુસાર, દેવેન્દ્ર ફડણવીસના ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 42 હજાર લોકો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત 9 થી 10 કેન્દ્રીય મંત્રીઓ અને 19 મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજરી આપશે.

શપથ ગ્રહણ સમારોહમાં 40 હજાર ભાજપ સમર્થકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિવિધ ધર્મના નેતાઓ સહિત 2 હજાર વીવીઆઈપી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સમારોહમાં વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત: રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ક્વિક રિએક્શન ટીમ (QRT), રાયોટ કંટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટુકડી પણ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહ માટે તૈનાત કરવામાં આવી છે.

મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ: આઝાદ મેદાન તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિકની ભીડને ધ્યાનમાં રાખીને, સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ટ્રાફિક શાખાના 280 કર્મચારીઓ વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરશે. અધિકારીએ કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થા માટે ઓછામાં ઓછા 3,500 પોલીસકર્મીઓ અને 520 અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે નોંધપાત્ર સફળતા હાંસલ કરી, રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 132 બેઠકો જીતી, રાજ્યમાં તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન, તેના સહયોગી શિવસેના અને એનસીપી સાથે મળીને 230 બેઠકોની આરામદાયક બહુમતી ધરાવે છે.

આ પણ વાંચો:

  1. વેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર રાજભવન પહોંચ્યા, સરકાર બનાવવાનો દાવો કર્યો

Last Updated : Dec 5, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.