ETV Bharat / state

રાજ્યમાં કોરોના કેસનો આકંડો 30 હજારને પાર, 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા - ગાંધીનગર કોરોનાના કેસ

રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં દિવસેનેદિવસે સતત્ત વધારો થઇ રહ્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં કોરોનાનો આંકડો 30 હજારને પાર થઇ ગયો હતો. જ્યારે અમદાવાદમાં કોરોનાનો આંકડો 20 હજારને પાર પહોંચ્યો છે.ત્યારે 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોના કેસનો આકંડો 30 હજારને પાર

author img

By

Published : Jun 26, 2020, 8:20 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 580 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 30158 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી શુક્રવારે 532 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 205, સુરત મહાપાલિકા વિસ્તારમાં 161, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 35, અમદાવાદ 14, સુરત 21, ભરૂચ 16, વડોદરા, ગાંધીનગર 10-10, રાજકોટ કોર્પોરેશન, આણંદ, પાટણ 8-8, જામનગર કોર્પોરેશન, મહેસાણા 7-7, ભાવનગર કોર્પોરેશન, સુરેન્દ્રનગર, નર્મદા 6-6, રાજકોટ, ખેડા, અમરેલી 5-5, ગાંધીનગર કોર્પોરેશન, પંચમહાલ, નવસારી 4-4, કચ્છ 3, જુનાગઢ કોર્પોરેશન, ભાવનગર, બોટાદ, જામનગર, દાહોદ, છોટાઉદેપુર, મોરબી 2-2, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા 1-1, અને અન્ય રાજ્યના 5 કેસ સામે આવ્યા છે. જ્યારે 61 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે.

અત્યાર સુધી 1772 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 20053 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાઇરસે 30 હજારનો આંકડો વટાવી દીધો છે. જ્યારે અમદાવાદમાં 20 હજારને પાર આંકડો પહોંચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.