ETV Bharat / state

હવે કોર્ટના કેસોનું થશે 100 ટકા મેપીંગ, કેસોના નિરાકરણ, રીયલ ટાઇમ સ્થિતિ જાણવામાં રહેશે સરળતા, ટ્રસ્ટની મિલકતની કાર્યવાહી હવેથી ઓનલાઇન - undefined

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ કોની નામદાર કોર્ટ, હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં સહકાર વિરુદ્ધ અથવા તો સરકારને જવાબ આપવાના હોય તેવા કેસનું સ્ટેટસ રહે તેને ધ્યાનમાં લઈને એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં કોર્ટ કેસોનું 100 ટકા મેપિંગ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

કોર્ટના કેસોનું સુદ્રઢ અને 100 ટકા મેપીંગ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 6:09 PM IST

કોર્ટના કેસોનું સુદ્રઢ અને 100 ટકા મેપીંગ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં પાલનપુર બ્રિજ અને હાર્ટ એટેક સિવાય ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ અને ગુજરાતની અલગ અલગ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં ચાલતા સરકારના કેસોની પરિસ્થિતિ બાબતે જે નવું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રધાન કનુ દેસાઈએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડા પટ્ટાની કાર્યવાહી હવેથી ઓનલાઈન ઓપ્શન પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવશે.

'અત્યાર સુધી કલમ 36 હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી. જેના કારણે ઇજારાશાહી વધવાની શક્યતાઓ રહેતી હતી. પરંતુ આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે.' - કનુ દેસાઈ, પ્રવક્તા પ્રધાન

'આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા-બદલીની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી ટ્રસ્ટની મિલકત વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હાથ ધરતાં પહેલાં મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે જંત્રી, ગવર્મેન્ટ એપ્રૂવડ વેલ્યુઅરનો રિપોર્ટ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો અંદાજિત વેચાણ કિંમતનો ઠરાવ ધ્યાને લઇ અપસેટ વેલ્યુ નિયત કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ "જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ" દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.' - કનુ દેસાઈ, પ્રવક્તા પ્રધાન

ઓનલાઇન મેપિંગ કરવાનું આયોજન: રાજ્ય સરકારના દરેક વિભાગના કોર્ટ કેસોના ડેટાનું વિભાગ અને વિભાગના અંતર્ગત ખાતાના વડા તેમજ કચેરીઓનું ફરજીયાતપણે મેપિંગ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તર સુધીનું પણ ઓનલાઇન મેપિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે રાજ્ય સરકાર તરફથી જે તે કેસોના રિસપોન્સ સમયસર આપી શકાશે અને કેસોના નિરાકરણ, રીયલ ટાઇમ સ્થિતિ જાણવામાં પણ સરળતા રહેશે.

ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (iILMS) એ એક વ્યાપક સોફ્ટવેર સોલ્યુશન છે. જે સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ વગેરે જેવી સંસ્થાઓમાં મુકદ્દમા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને સંચાલિત કરવા માટે રચવામાં આવેલ છે. તે વિવિધ કાનૂની કેસોને ટ્રેક કરવા, ગોઠવવા અને તેનું વિશ્લેષણ કરવા માટે કેન્દ્રિય પ્લેટફોર્મ સંબંધિત માહિતી પૂરી પાડે છે.

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની વિવિધ પહેલ અનુસાર ગામડાની સેવા મંડળીઓ-પેક્સને બહુહેતુક બનાવવામાં આવી રહી છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તે માટે રાજ્યની 10,000 પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ પૈકી 8500થી પણ વધારે મંડળીઓના ઉપનિયમો બદલીને આદર્શ ઉપનિયમો ઘડવામાં આવ્યા છે. જે અંતર્ગત સેવા મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરવી, જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા, ખાતર વિતરણ લાયસન્સ મેળવવા, પેટ્રોલ પંપ શરૂ કરવા, ખેડૂતોને સોલર પંપ સંબંધિત માહિતી આપવા, ગોડાઉનો બનાવવા વગેરે કામગીરી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

  1. Palanpur Flyover Slab Collapse: કેબિનેટમાં પાલનપુર બ્રિજ મામલે ચર્ચા, ક્વોલિટી વર્કને વધુ પ્રાધાન્ય અપાશે, તપાસ કમિટીનો રિપોર્ટ CMનો સોંપાયો
  2. Gujarat Heart Attack: નવરાત્રિમાં હાર્ટ એટેકના 830 ઈમરજન્સી કોલ, સૌથી વધુ અમદાવાદમાં 228 કેસ, રાજ્ય સરકાર દ્વારા કમિટીનું ગઠન

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.