- આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
- ચાલુ વર્ષે રાજ્યમાં 87.24 ટકા ખરીફ પાકોનુ વાવેતર
- રાજ્ય 205 જળાશયોમાં 95.92 ટકા પાણીનો સંગ્રહ
ગાંધીનગર: રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને પટેલે જણાવ્યુ કે, મંગળવારે સવારે 6થી બપોરના 2 સુધી રાજયના 17 જિલ્લાઓના 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 54 મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર 12 ઓક્ટોબર 2020 સુધી અંતિત 1134.33 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 136.50 ટકા છે.
આ વર્ષે 102.76 ટકા ખરીફ પાકોનું વાવેતર વધારે થયુ
કૃષિ વિભાગ દ્વારા જણાવ્યું કે, ચાલુ વર્ષે તારીખ 12 ઓક્ટોબર 2020 સુધીમાં અંદાજીત 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 86.77 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 102.76 ટકા વાવેતર થયું છે.
રાજ્યના 8 જળાશયો હાલ વાર્નીંગ પર
સિંચાઇ વિભાગ દ્વારા જણાવ્યું કે, સરદાર સરોવર જળાશયમાં 3,02,152 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 90.44 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,34,303 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 95.92 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-179 જળાશય, એલર્ટ ૫ર કુલ-11 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 08 જળાશય છે.