ગાંધીનગર: ગુજરાતના ગોધરા કાંડ બધા થયેલા રમખાણો બાબતે BBC દ્વારા બે તબક્કાની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાની ડોક્યુમેન્ટરી 17 જાન્યુઆરી 2023 ના રોજ અને બીજા તબક્કાની ડોક્યુમેન્ટરી 24 જાન્યુઆરી 2023 ના રોજ રજૂ કરી હતી. જે અંતર્ગત વિધાનસભા ગૃહમાં BBC ડોક્યુમેન્ટરી વિરુદ્ધ બિન સરકારી સંકલ્પ રજૂ થયો હતો, આમ સમગ્ર દેશમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં BBC ડોક્યુમેન્ટરીનો બિન સરકારી સંકલ્પ રજૂ થયો હતો. સંકલ્પ પત્ર દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રધાનો અને ભાજપના ધારાસભ્ય હાજર રહ્યા હતા.
અમુક NGO દ્વારા બદનામ કરવાનું કાવતરું: ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે બીબીસી ડોક્યુમેન્ટરી બાબતે બિનસરકારી સંકલ્પ રજૂ કર્યો હતો જેમાં ભાજપના ધારાસભ્ય મનીષા વકીલે અંગ્રેજીમાં વ્યક્તવ્ય આપવાનું શરૂ કર્યું હતું અને નિવેદન આપ્યું હતું કે ગુજરાત અને ભારત દેશની વૈશ્વિક ઈમેજને ખરાબ કરવાનું કૃત્ય અમુક એનજીઓ દ્વારા બીબીસી મારફતે કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ આ બાબતનો નિર્ણય આપ્યો છે સાથે જ તે સમયે રચાયેલી એસઆઇટી દ્વારા પણ રાજ્ય સરકારને ક્લીન ચિટ આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં FSL હોવા છતાં હૈદરાબાદમાં FSL રિપોર્ટ કરાવવામાં આવ્યા અને તેમાં ક્લીન ચિટ પ્રાપ્ત થઈ છે. આમ બીબીસી દ્વારા જે ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખોટી છે જેથી બીબીસી વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ.
મહારાષ્ટ્ર રાજસ્થાન સરકારની મદદ માંગી પણ ના મળી: ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે બીબીસી ડોક્યુમેન્ટરી બાબતે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે બીબીસીએ મોદી પ્રશ્નાર્થ કરીને ડોક્યુમેન્ટરી બનાવી છે પરંતુ તેનો જવાબ એક જ છે 171 દેશ ભેગા કરવા હોય તો મોદી જ એક સોલ્યુશન છે જે વાત લોકો ભૂલી ગયા છે તેવા 20 વર્ષ જૂના વિષયને યાદ કરાવવાનો બીબીસી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ભારતને અસ્થિર કરવાનું ષડયંત્ર: આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ભારતને અસ્થિર કરવા માટેનું આ ષડયંત્ર છે જ્યારે જે દિવસે ગોધરા કાંડ થયો ત્યારે કાર સેવકો અયોધ્યાના દર્શન કરીને આવતા હતા અને ફક્ત S6 અને S7 કોચમાં જ પેટ્રોલ છાંટીને તેમની હત્યા કરવામાં આવી બાળક અને સ્ત્રીઓને પણ છોડ્યા નહીં ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયની જાહેરાત કર્યા બાદ આરોગ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને લઈને ઘટના સ્થળે પહોંચ્યા અને તાત્કાલિક ધોરણે એક્શન પણ લેવડાવ્યા હતા. અમુક લોકો આ મુદ્દે રાજકીય રોટલા શેકે છે અને પરિસ્થિતિ ખરાબ થતા મહારાષ્ટ્ર તથા રાજસ્થાન સરકારની પણ મદદ માંગી હતી પરંતુ ત્યાંથી હોમગાર્ડના જવાનો પણ મળ્યા નહીં અને 72 કલાકે દિલ્હીથી જવાનોની મદદ મળી અને તેઓને એલીફ્ટ કરવામાં આવ્યા આમ મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું 72 કલાકથી પરીક્ષા હતી અને તેઓ તેમાં પાસ થયા હતા.
બીબીસી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ: નરેન્દ્ર મોદી વર્ષ 2002 થી 2018 સુધી પોતાની જાતને સાબિત કરતા જ આવ્યા છે. આમ બીબીસી એક વિકસિત ગુજરાત અને ભારત નહીં પરંતુ ગરીબ ભારતને જ બતાવી રહ્યું છે ભૂતકાળમાં પણ બીબીસી વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા ત્યારે હવે આ ઘટના મુદ્દે પણ તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી વાત પણ અમૃત ઠાકરે કરી હતી.
હર્ષ સંઘવીએ તારીખો સાથે વિગતો આપી: રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બીબીસી ડોક્યુમેન્ટરી બાબતે વિધાનસભા ગૃહમાન નિવેદન આપ્યું હતું તે વિપુલ પટેલ જે સંકલ્પના આવ્યા છે તેમને હું અને એક સાચા મુદ્દાઓ સાથે આ સભાગૃહમાં અમુક હકીકતો રજૂ કરીશ. બીબીસી દ્વારા જે ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવી છે તેમાં ફક્ત નરેન્દ્ર મોદી વિરુદ્ધ નહીં પરંતુ દેશના 135 કરોડ ભારતીય નાગરિકો વિરોધ બનાવેલી આ ડોક્યુમેન્ટરી છે. જે વ્યક્તિએ ગુજરાત રાજ્ય માટે આ જ ગ્રુપમાં બેસીને અનેક મહત્વના નિર્ણય લીધા છે તેવા જ વ્યક્તિ વિરુદ્ધ BBC એ આવું ખોટો ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે.
સમગ્ર ઘટના બાબતે તારીખ પ્રમાણે ગૃહમાં જાણકારી આપવામાં આવી:
27-02-2002 ટ્રેનનું ચેન પુલિંગ કરવામાં આવ્યું.
- 7.45 કલાકે કોચ s6 અને s7 માં આંતકવાદી જેમ હુમલો કરી આગ લગાડવામાં આવી.
- 59 લોકોના ખુંન કરવામાં આવ્યા.
- આજ બે ડબ્બામાં આગ લગાડવામાં આવી કારણકે આમાં કાર સેવકો હતા.
- આજ દિવસોમાં વિધાનસભા સત્ર ચાલતું હતું.
- વિધાનસભા ગૃહમાં બુધવારે સવારે આ સમાચાર મળ્યા, સહાય જાહેર કરીને ઘટના સ્થળે જવા રવાના થયા.
28-02-2002 - 59 લોકોના જે મૃત્યુ થયા, તેમની ડેડ પડી એવી પરિસ્થિતિમાં હતી કે પોલીસ ડોક્ટર કે સામાન્ય નાગરિક ડેડબોડી જોઇ ના શકે તેવીપરિસ્થિતિ હતી.
- આ સમયે આખા ગુજરાતમાં તેના પ્રત્યાઘાત પડે અને ગુજરાતમાં તોફાન ફાટ્યું.
- તોફાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે લશ્કરને એર લિફ્ટ કર્યું.
- 06-03-2002 દિવસે ગુજરાત હાઇકોર્ટના નિવૃત માહિતી કે.જી શાહના અધ્યક્ષ હેઠળ તપાસવાની રચના કરવામાં આવી ત્યારબાદ જાહેર હિતમાં કમિશનની નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ જી.ટી નાણાવટી- શાહ કમિશન તૈયાર કરવામાં આવ્યું.
20-07-2004
- આ તપાસપંચ ના કાર્યક્ષેત્રમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય પ્રધાનોને સમાવેશ કર્યો.
- તપાસ પંચ નો પહેલો એહવાલ આવ્યો જેમાં ટ્રેનનો ડબ્બો સળગાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું, કોમી રમખાણોના સ્વયંભૂ હોવાનું સાબિત થયું.
સુપ્રીમ કોર્ટનો ફાઈનલ ચુકાદો: આ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ સંપૂર્ણ તટસ્થતાથી અને સુપ્રિમ કોર્ટની સંપૂર્ણ દેખરેખ 159 સાક્ષીની તપાસ અને દસ્તાવેજોની તપાસ કરી 12 મે 2010 ના રોજ સુપ્રીમ કોર્ટને રજૂ થયા હતા. કેટલાક વ્યક્તિઓ સામે 173 (8) હેઠળ વધારાની તપાસ કરવા માટેની ભલામણ કરી હતી. ત્યારબાદ ક્લીન ચિટ આપવામાં આવી.
તેસ્તા સેતલવાડને સંઘવીએ આડા હાથે લીધી: ગુજરાત વિધાનસભામાં બીબીસીની ડોક્યુમેન્ટ ની બાબતે રાજ્ય કક્ષાના દેશ પાસે તલવારને પણ આડા હાથે લીધી હતી અને નિવેદન કર્યું હતું કે નામનો ઉપયોગ કરી અલગ અલગ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. શેતલવાળ અમુક સમાજના મસીહા બની ગયા હોવાનો દાવો કરે છે જ્યારે બરોડા કેસમાં પણ રાજ્ય સરકારના બદનામ કરવાની કોશિશ કરી હતી અને શેતલ વાળ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને લોકોને ગેરમાર્ગે દોરીને ફંડ ઉઘરાવે છે અને તેનો ખોટી જગ્યાએ પ્રવૃતિ કરતા હોવાની વાત પણ સંઘવીએ કરી હતી.
ફક્ત પ્રચારનો એજન્ડા: વિદેશ મંત્રાલય બીબીસીની ડોક્યુમેન્ટરી બાબતે નિવેદન આપ્યું હતું કે આ એક પ્રચારનો ભાગ છે જે ડોક્યુમેન્ટરી ભારતમાં રજૂ કરવામાં આવી નથી આ એક પ્રચારનો સાહિત્ય છે જે કોઈ ચોક્કસ છે એ ઝંડાને ક્લિયર કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ગ્રુપમાં બિનસરકારી સંકલ્પ પત્ર કરવાનું મતે પસાર થયું હતું ત્યારબાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ નિવેદન આપ્યું હતું કે બિનસરકારી સંકલ્પ પ્રથમ વખત થઈ રહ્યું છે અને ગુજરાત વિધાનસભા કેન્દ્ર સરકારને બીબીસી વિરુદ્ધ કડક પગલાં લેવા માટેનું ભલામણ કરશે.