ગાંધીનગર: હાર્દિક પટેલ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની પરિસ્થિતિ કઈ રીતની છે તે લોકો સમક્ષ છે જ. રાહુલ ગાંધીના ડાબા અને જમણા હાથ બરાબર બંને યુવા નેતાઓ પર કોંગ્રેસના જ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે હાર્દિક પટેલને ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે તેમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ કોંગ્રેસ તેનું પરિણામ ભોગવશે.
આમ, આડકતરી રીતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.