વિધાનસભા ખાતે નાણા વિભાગની રૂપિયા 58,074ની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું અંદાજપત્ર રૂપિયા2,04,815કરોડનું છે. તેમાં 258 કરોડની એકંદર પુરાંત તથા રૂપિયા.2874કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે. જેમાં વિકાસલક્ષી ખર્ચ 55%ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યું છે. રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે.
રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચૂકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે. આ ઉપરાંત મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ 2004-05માં 26.82% જેટલુ ઉંચુ હતું. તે વર્ષ 2019-20માં 12.62 % જેટલુ નીચુ અંદાજવામાં આવ્યું છે. રાજ્યનું દેવુ વર્ષ 2004-05માં 28.45% હતું તે ઘટીને આ વર્ષે વર્ષ 2019-20માં 15.69 % જેટલુ અંદાજવામાં આવ્યું છે. જી.એસ.ટી.ના કાયદાના અમલ બાદ નોંધાયેલા કરદાતાઓ પૈકી સરેરાશ 91% જેટલા કરદાતાઓએ રીટર્ન ભર્યુ છે, જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. વર્ષ 2018-19માં 1.40 કરોડ રીટર્ન ફાઇલ થયું છે.
રાજ્ય સરકારે તારીખ 05-10-218 પેટ્રોલ, ડીઝલમાં વેટના ટેક્ષ દર 20 % હતો. તેમાં 3% ઘટાડો કરીને 17 % ટેક્ષ કરાયો છે. એ નાના વેપારીઓ માટે પણ રજીસ્ટ્રેશનની ટર્નઓવરની મર્યાદા 20 લાખથી વધારી 40 લાખ કરાઇ છે. એ જ રીતે રાજ્યમાં 6.78 કરોડ ઇ-વે બીલ જનરેટ કરાયા છે. અને આંતરરાષ્ટ્રીય ઇ-વે બીલ જનરેશનમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જી.એસ.ટી. દ્વારા અન્વેષણ કામગીરી સંદર્ભે બોગસ બીલીંગ દ્વારા થતી વેરા શાખની ગેરકાયદેસર તબદીલીના અનેક કેસો શોધીને રૂપિયા.4087 કરોડના ખોટા વ્યવહારો સંદર્ભે આજ સુધી 26 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા પણ 33,86,000 ઇ-વે બીલની ચકાસણી કરાઇ છે.