ETV Bharat / state

નીતિન પટેલે નાગરિકતા બિલના વિરોધ અંગે આપ્યું નિવેદન

ગાંધીનગરઃ દેશભરમાં નાગરિકતાં બિલનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન દિવસેને દિવસે વધુ હિંસક બની રહ્યું છે. જે અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, 'અસમાજિક તત્વો દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ તે સફળ થશે નહીં'

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : Dec 20, 2019, 3:25 PM IST

Updated : Dec 20, 2019, 10:10 PM IST

અમદાવાદ થયેલાં નાગરિકતા બિલ વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલો થયો હતો. તેમજ પથ્થમારો કરાયો હતો. જેમાં અનેક પોલીસકર્મી સહિત લોકો મોટી સંખ્યામાં ઘાયલ થયા હતાં. આ સમગ્ર ઘટના પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા સંવેદશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યું હતું. તેમજ અસમાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સિમેન્ટની થેલીમાં પથ્થર હોવાનું એક વીડિયોમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યું હતું.

નીતિન પટેલે નાગરિકતા બિલના વિરોધ અંગે આપ્યું નિવેદન

આ ઘટના અંગે વાત કરતાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, "લોકો અમદાવાદ અને રાજ્યમાં શાંતિ ન ઈચ્છતા લોકોએ આ તોફાન કરાવ્યા હોવાનું જણાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. કાવતરાખોરોની પોલીસે રાત્રે જ ધરપકડ કરી છે. કેટલાંક લોકોએ આ ઘટનાને ભડકાવવાની પ્રયત્ન કર્યો હતો. તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

આ ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ટ્વીટ અંગે નિતીન પટેલે નિવેદન આપ્યું હતું કે," ગુજરાતની શાંતિ તો આ લોકોને ગમતી નથી. ઉશ્કેરણી કરનારા લોકો ક્યાં ફરે છે તે સૌ કોઈ જાણે છે. તોફાની તત્વોને છાવરવા માગતા હોય તો તેઓ સફળ થવાના નથી."

ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદમાં સામાન્ય પરિસ્થિતિ છે. પરંતુ ગુરૂવાર રાત્રે હુમલો થયો હોવાની અફવાના કારણે વાતવરણ ડહોળાયું હતું. તેમજ પોલીસ પર પથ્થમારો થયો હતો.

Intro:Approved by panchal sir

કેન્દ્ર સરકાર ના નાગરિકતા બિલ અંગે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ સુધી વિરોધ થયો છે. ગઈ કાલની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કઈ રીતના બધું થયું હતું તે શું નિયોજિત આયોજનપૂર્વક કરવામાં આવ્યું હતું જ્યારે અમુક અસામાજીક તત્વો ગુજરાત અને અમદાવાદની શાંતિ દોરવાના પ્રયત્ન કરે છે એવું પણ નિવેદન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યુ હતું...Body:પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલ ની સ્થિતિ બાદ અત્યારે અમદાવાદ ની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે જ્યારે ગઈ કાલે જે રીતના વિરોધ બાદ પોલીસ ઉપર હુમલા થયા અને પથ્થરમારો થયો તે અમુક તત્વો દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું જે આજે જ્યારે સિમેન્ટની થેલીમાં પથ્થર હોવાનું પણ વીડિયો ફૂટેજમાં સામે આવ્યું છે જ્યારે અત્યારે તમામ પરિસ્થિતિ સાનુકૂળ છે અને સમગ્ર રાત દરમિયાન પોલીસ દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. અત્યારે તમામ જગ્યાએ સંપુર્ણ શાંતિ છે અને ધંધા અને રોજગાર નિયમિત થઈ ગયા છે. જ્યારે ગત રોજ અફવા ફેલાવી શાંત વાતાવરણ ડહોળ્યું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસને ઈજા થઈ છે.તોફાની તત્વોએ પોલીસને વ્યક્તિગત રીતે માર્યા છે. પોલીસના વાહનો પર પણ પથ્થરમારો થયો હતો.આ વ્યવસ્થિત કાવતરું અને આયોજન હતું. જ્યારે જે લોકો અમદાવાદ અને રાજ્યમાં શાંતિ નથી ઈચ્છતા તેવા લોકોએ આ તોફાન કરાવ્યા હોય તેમ લાગે છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. કાવતરાખોરોની પોલીસે રાત્રે જ ધરપકડ કરી છે.કેટલાંક લોકોએ ઉશ્કેરણી કરી છે. એક પક્ષના લોકોએ આ પ્રયાસ કર્યો પણ તેઓ સફળ ના થયા હોવાનું પણ નિવેદન નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

બાઈટ... નિતિન પટેલ નાયબમુખ્યપ્રધાનConclusion:જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ટ્વીટ અંગે નિતીન પટેલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતની શાંતિ તો આ લોકોને ગમતી નથી.
ઉશ્કેરણી કરનારા લોકો ક્યાં ફરે છે તે સૌ કોઈ જાણે છે. તોફાની તત્વોને છાવરવા માગતા હોય તો તેઓ સફળ થવાના નથી. જ્યારે અમદાવાદ માં થયેલ વિરોધ પ્રદર્શન કાશ્મીરની પેટર્નનો ઉપયોગ થયો હોઈ શકે છે ? તે અંગે નિતીન પટેલ જણાવ્યું હતું કે કાશ્મીરની પેટર્ન હોય તે રીતે પોલીસનું ધ્યાન ડાયવર્ટ કરવું અને તોફાન કરવું તેવું જ અહીં થયું છે. જો કે સીસી ટીવી કેમેરા હતા એટલે તે લોકો ઓળખાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની સતત નજર રખાઈ રહી છે. જ્યારે હવે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને જનજીવન પહેલાની જેમ જ વ્યવસ્થિત થઈ ગયું હોવાનું નિવેદન પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું હતું..
Last Updated : Dec 20, 2019, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.