ETV Bharat / state

ગુજરાતને પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવા નીતિન પટેલે કેન્દ્રને કરી રજૂઆત - gujarat

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન અને રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં શુક્રવારે દિલ્હી ખાતે તમામ રાજ્યના નાણાપ્રધાનોની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં ગુજરાતના નાણાપ્રધાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે તેમણે ગુજરાતને વધુ પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવા પર ભાર મુક્યો હતો.

બેઠકમાં ગુજરાતને વધુ પ્રોત્સાહન આપવા અને વધુ ગ્રાંન્ટ ફાળવવા નીતીન પટેલની માગ
author img

By

Published : Jun 21, 2019, 6:19 PM IST

કેન્દ્રીય નાણાપ્રધાનની બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું હતુ કે ગુજરાત આર્થિક શિસ્ત ધરાવતું પ્રગતિશીલ રાજ્ય છે. જેમાં છેલ્લા 20 વર્ષથી કોઇપણવાર ઓવરડ્રાફ્ટ રાજ્ય સરકારને લેવો પડ્યો નથી કે ટુંકી મુદ્દતની લોન પણ લેવી પડી નથી. સાથે જ ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય છે. રાજ્યમાં દારૂબંધી અમલમાં ન હોઇ, તેવા રાજ્યોની એક્સાઇઝની અને અન્ય ટેક્સની હજારો કરોડની મોટી આવક પ્રાપ્ત થાય છે. જે ગુજરાતને મળતી નથી. બંધારણના આર્ટીકલ 47ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત રાજ્યને દારૂબંધીના અમલ માટે પ્રોત્સાહિત કરી દારૂબંધીના કારણે આવકમાં જે ઘટાડો થાય છે તે ભરપાઇ કરવાની માગણી નીતિન પટેલે કરી હતી.

વધુમાં માગણી કરી હતી કે ગુજરાત પાણીની અછતવાળુ રાજ્ય હોવા છતાં રાજ્યના તમામ નાગરિકોને પુરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં પાણીની મોટી પાઇપલાઇનોનું માળખું છે અને જ્યારે સંચાલન-જાળવણી અને વિજળી બીલો માટે ભારત સરકારે ઘરે-ઘરે પીવાનુ પાણી પહોંચાડવાની 'નલ સે જલ' યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઇએ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના તમામ ગામોને પાકા ડામર રસ્તાથી જોડવાની યોજના કાર્યરત છે. ભારત સરકાર રાજ્યમાં રસ્તાઓને પહોળા કરવા, રીકારપેટ કરવા, નાળા-પુલો બનાવવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી ગુજરાતને વધુ ગ્રાન્ટ મળે તેવી માગ કરી હતી.

સાથે જ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટેબલ હાઇસ્કૂલો માટે પણ રાજ્ય સરકારને ગ્રાન્ટ ફાળવવા માગણી કરી હતી. આ ઉપરાંત ભારત સરકાર તરફથી વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શનની જે રકમ હાલમાં અપાઇ છે. જેમાં વધારો કરવો, પાક વીમા યોજના ફરજીયાત ન હોવી જોઇએ જેવી માગણી નીતિન પટેલે કરી હતી.

R_GJ_AHD_06_21_JUNE_2019_DELHI_FINANCE_BETHK_NITIN_PATEL_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD

કેટેગરી- ટોપ ન્યુઝ, રાજ્ય

હેડિંગ- કેન્દ્ર પાસે નિતીન પટેલે શુ માંગણી કરી ?  ગુજરાતને પ્રોત્સાહન આપવા દારૂબંધી વિશે શુ કહ્યુ ?  
નવી દિલ્હી- કેન્દ્ર સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમનજી અને રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં શુક્રવારે દિલ્હી ખાતે તમામ રાજ્યના નાણાપ્રધાનોની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં ગુજરાતના નાણાપ્રધાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા. સાથે તેઓએ ગુજરાતને વધુ પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવા પણ ભાર મુક્યો હતો. 

કેન્દ્રીય નાણાપ્રધાનની બેઠક બાદ નિતીન પટેલે જણાવ્યુ હતુ કે ગુજરાત આર્થિક શિસ્ત ધરાવતું પ્રગતિશીલ રાજ્ય છે જેમાં છેલ્લા ૨૦ વર્ષથી કોઇપણવાર ઓવરડ્રાફ્ટ રાજ્ય સરકારને લેવો પડ્યો નથી કે ટુંકી મુદ્દતની લોન પણ લેવી પડી નથી. સાથે જ  ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય છે. અન્ય રાજ્યોમાં દારૂબંધી અમલમાં ન હોઇ, તેવા રાજ્યોની એક્સાઇઝની અને અન્ય ટેક્સની હજારો કરોડની મોટી આવક પ્રાપ્ત થાય છે. તે ગુજરાતને મળતી નથી. બંધારણના આર્ટીકલ ૪૭ ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત રાજ્યને દારૂબંધીના અમલ માટે પ્રોત્સાહિત કરી દારૂબંધીના કારણે આવકમાં જે ઘટાડો થાય છે તે ભરપાઇ કરવાની માંગણી નિતીન પટેલે કરી હતી. 
   
પટેલે વધુમાં માંગણી કરી હતી કે ગુજરાત પાણીની અછતવાળુ રાજ્ય હોવા છતાં રાજ્યના બધા નાગરિકોને પુરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં પાણીની મોટી પાઇપલાઇનોનું  માળખું છે અને જ્યારે સંચાલન-જાળવણી અને વિજળી બીલો માટે ભારત સરકારે ઘરે-ઘરે પીવાનુ પાણી પહોંચાડવાની 'નલ સે જલ' યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઇએ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના તમામ ગામોને પાકા ડામર રસ્તાથી જોડવાની યોજના કાર્યરત છે. ભારત સરકાર રાજ્યમાં રસ્તાઓને પહોળા કરવા, રીકારપેટ કરવા, નાળા-પુલો બનાવવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી ગુજરાતને વધુ ગ્રાન્ટ મળે તેવી માંગ કરી હતી.
  
 સાથે જ  રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટેબલ હાઇસ્કૂલો માટે પણ રાજ્ય સરકારને ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી હતી. ભારત સરકાર તરફથી વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શનની જે રકમ અત્યારે અપાય છે તેમાં વધારો કરવા પણ માંગણી કરી હતી. પાક વીમા યોજના ફરજીયાત ન હોવી જોઇએ એવી પણ માંગણી નીતિન પટેલે કરી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.