ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાં આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ થવાની વાત વિધાનસભાના (Gujarat Assembly Election) અધ્યક્ષે કરી હતી. આ સાથે તેમણે સમગ્ર પ્રોસેસ અંગે પણ છણાવટ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચિત કરતા જણાવ્યું હતું કે ડિજિટલનો (Paperless Budget Gujarat Assembly) સમય આવ્યો છે. આવનારી 15 મી વિધાનસભા ડિજિટલ વિધાનસભા રહેશે. જ્યારે વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યોને એક પણ પેપર આપવામાં આવશે.
તમામ વસ્તુ ડિજિટલઃ તમામ ડિજિટલ રીતે મેનેજ કરવામાં આવશે ઉપરાંત તમામ પ્રશ્નોત્તરી, બિલ, ઓર્ડર ઓફ ધ ડે અને તમામ કાર્યવાહી પેપર લેસ કરવામાં આવશે. જ્યારે તમામ ધારાસભ્યોના બેઠક વ્યવસ્થાના ટેબલ પર ટેબલેટ મૂકી દેવામાં આવશે. જેમાં એક સિક્યુર આઈ.ડી. અને પાસવર્ડ ધારાસભ્યોને આપવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકાર ની અવ્યવસ્થા પણ સર્જાશે નહીં. 80 લાખ ટન પેપર બચત પણ થશે. પેપર લેસ વિધાનસભાની કાર્યવાહી તમામ પેપર લેસ થઈ જશે.
એક ક્લિકમાં માહિતીઃ આમ તમામ ધારાસભ્યોને તમામ માહિતી, અન્ય વિભાગ ની માહિતી પણ ફક્ત એક ક્લિકમાં જોવા મળશે. આમ 14 મી વિધાનસભા આ પેપરલેસ બજેટ રજૂ થતા 14 લાખ ટન પેપરની બચત થઈ હતી. વિધાનસભા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યએ પોતાના ભૂતકાળના સંસ્મરણો યાદ કર્યા હતા. મારે 1 વર્ષ વિધાનસભાના અધ્યક્ષ તરીકે 27 તારીખે પૂર્ણ થશે. ગઈકાલે અંતિમ સત્ર પૂર્ણ થયું છે, 1990 માં મહિલાઓ માટે મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગાયનેકોલોજિસ્ટ તરીકે મેં કામ શરૂ કર્યું હતું.