ગાંધીનગર: સમગ્ર દેશ અને તમામ રાજ્યમાં ગુનેગારીના ખાસ પ્રકાર ના ડેટા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યારે થોડા દિવસ પહેલા NCRB દ્વારા ગુજરાતમાં 40,000 થી વધુ મહિલાઓ ગુમ થઈ હોવાનો રેકોર્ડ સામે આવ્યો છે. જેમાં ગુજરાત પોલીસની કામગીરી પણ અનેક પ્રશ્નો સોશિયલ મીડિયામાં ઊભા થયા હતા. તેનો ગુજરાત પોલીસે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. જેમાં ગુમ થયેલ મહિલાઓ પૈકી 95 ટકા મહિલાઓને પોલીસે શોધી કાઢી હતી. જેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પરિવાર સાથે મિલનઃ ગુજરાત પોલીસ ના સત્તાવાર ટ્વીટ એકાઉન્ટમાં ગુજરસ્ત પોલીસની કામગીરી અને આલોચના કર્તાઓ ને ગુજરાત પોલીસ દ્વારા કડક પ્રતિ ઉત્તર આપવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, national crime record bureau (NCRB) ના આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં 41 હજાર મહિલાઓ ગમ થઇ હોવાના એહવાલ સામે આવ્યા છે. જે એહવાલ અને માહિતી અધૂરી અને ગરમાર્ગે દોરનારી છે. જ્યારે વર્ષ 2016 થી 2020 સુધીમાં 41,621 મહિલાઓ ગુમ થયેલ હતી.
ગુજરાત પોલીસનો જવાબઃ જેમાં 39,497 મહિલાઓ પરત મળી છે અને આ તમામ મહિલાઓ નું પરિવારજનો સાથે મિલન પણ કરાવ્યું છે. આમ 94.90% મહિલાઓ મળી આવી છે, આમ 95 ટકા મહિલાઓને ગુજરાત પોલીસે પરિવારસાથે મિલાન કરાવ્યું હોવાનો એહસાસ ગુજરાત પોલીસના જવાબમાં સામે આવ્યો છે. વર્ષ 2016માં 7105 મહિલાઓ, વર્ષ 2017માં 7712 મહિલાઓ, વર્ષ 2018માં 9246 મહિલાઓ, વર્ષ 2019માં 9268 મહિલાઓ, વર્ષ 2020માં 8290 મહિલાઓ ગુમ થઈ હતી. જે મામલે ફરિયાદ પણ થઈ હતી.
આ પણ વાંચોઃ
NCRB ડેટા 1 વર્ષ પછી રેડી થાયઃ નેશનલ ક્રાઇમ બ્યુરો રેકોર્ડ દ્વારા દેશમાં તમામ રાજ્યના એક ચોક્કસ પ્રકાર ના ડેટા તૈયાર કરવામાં આવે છે. જ્યારે આ તમામ ડેટા જે તે રાજ્ય પોલીસ પાસેથી લેવામાં આવે છે. પરંતુ તમામ ડેટાનું એનાલિસિસ, ડેટા ગણતરી અને એક બીજા સાથે કંપરે કરવામાં વધુ પડતો સમય લાગે છે. જેથી અંતિમ ડેટા 1 થી 1.5 વર્ષ જુના હોય છે. જ્યારે વર્ષ 2020 સુધીના ડેટા 2023માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસની કામગીરી પર સવાલ ઉભા થતા ગુજરાત પોલીસે પણ તાત્કાલિક ધોરણે અધૂરી વિગતો સાથેના એહવાલ પ્રસિદ્ધ કરવા ઉપરાંત સાચા આંકડા જાહેર કરીને ગુજરાત પોલીસની કામગીરી બાબતે પણ સ્પષ્ટતા કરી હતી.