સુરેન્દ્રનગર: ગુજરાત રાજ્યને 'ડ્રાઈ સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં દારૂબંધી છે, પરંતુ દારૂના વેપાર અને બુટલેગરોના કારણે રાજ્યમાં એક મોટી ઘટના સર્જાઇ છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમના PSI જે.એમ. પઠાણનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, તેમની સાથે બે કોન્સ્ટેબલ પણ હતા જેમણે પણ ઇજા થઈ છે.
ઘટના એવી બની હતી કે, PSI જે.એમ. પઠાણને ક્યાંકથી દારૂનો સ્લોટ ગુજરાતમાં આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જે બાદ તેઓ 5 નવેમ્બરના રોજ 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામથી આગળ વળાંક પાસે ટીમ સાથે વૉચમાં ઊભા હતા. આ દરમિયાન ત્યાંથી એક દારૂ ભરેલી ક્રેટા પસાર થઈ જોકે તે રોકાઈ નહીં અને અંતે તેમને પકડવા માટે PSI જે.એમ. પઠાણએ ક્રેટાનો પીછો કરવા જતાં ફોર્ચુનરના લાઈટના અજવાળામાં SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી. આમ, ક્રેટા અને SMCની કાર વચ્ચે એકાએક ટ્રેલર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
PSI જે.એમ. પઠાણની ફોર્ચ્યુનર કાર ટેલરની પાછળના ભાગે અથડાઈ જવાથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જે બાદ તેમને દસાડા પીએસસી સેન્ટર પર અને ત્યારબાદ વધુ સારવાર માટે વિરમગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમાર પંડ્યાની સૂચનાથી DySP જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ ચાર ટેકનિકલ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની LCB, SOG સહિતની સ્થાનિક પોલીસ ટીમ તપાસ અર્થે કામે લાગી છે.
સમગ્ર ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, PSIની જે રીતે દારૂના ખેપિયાઓએ હત્યા કરી છે, એ હત્યાથી સમગ્ર ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી ગઈ છે અને અસામાજિક તત્વો, બુટલેગરો કેટલા બેફામ બની ગયા છે તેનો વધુ એક જીવતો જાગતો નમૂનો આપણી સામે આવ્યો છે."
ગૃહ રાજ્ય મંત્રી પર નિશાનો સાધતાં મનીષ દોશીએ કહ્યું કે, "તેઓ હંમેશા કહે છે કે, 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' પરંતુ શું આ કાયદો બુટલેગરો માટેનો છે કે પછી સામાન્ય જનતાના ફાયદા માટેનો છે." તેમણે પ્રશ્નો કર્યો કે, "તમે કોના ફાયદાની વાત કરી રહ્યા છો? આવા અસામાજિક તત્વો સામે તેઓ ક્યારે પગલાં લેશે?"
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) November 5, 2024
ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે.
દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન… pic.twitter.com/7z9kVO1MEx
આ ઘટના અંગે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ x પર લખ્યું છે કે, "સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI જે.એમ. પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે. દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર આ બહાદુર અધિકારીને શ્રદ્ધાંજલિ. તેમના પરિવારને હૃદયથી સાંત્વના."
આ પણ વાંચો: