ETV Bharat / state

NBARD: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાબાર્ડ સ્ટેટ ફોકસ પેપર2022-23નું વિમોચન કર્યું - NABARD Annual Lending

નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (National Bank for Agriculture and Rural Development -NBARD) દ્વારા 2022-23ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યુ હતું. રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને આકાર આપનારા આ ડૉક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની સરાહના કરી હતી

NBARD: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાબાર્ડ સ્ટેટ ફોકસ પેપર2022-23નું વિમોચન કર્યુ

author img

By

Published : Jan 18, 2022, 7:59 PM IST

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (National Bank for Agriculture and Rural Development -NBARD) દ્વારા 2022-23ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન (Release of State Focus Paper )કર્યુ હતું. નાબાર્ડ(NBARD) દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્કસ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

સ્ટેટ ફોકસ પેપર
સ્ટેટ ફોકસ પેપર

સ્ટેટ ફોકસ પેપર વિમોચન

આ સ્ટેટ ફોકસ પેપર વિમોચન સમયે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇ, સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા, કૃષિ રાજ્ય પ્રધાન મુકેશ પટેલ પણ સહભાગી થયા હતા. નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ 2022-23 માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. 2.48 લાખ કરોડ દર્શાવવામાં આવી છે તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ. 1.13 લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂ. 1.09 લાખ કરોડ અને અન્ય અગ્રિમ-પ્રાયોરિટી સેક્ટર માટે રૂ. 26,255 કરોડનો હિસ્સો ધરાવે છે

નાબાર્ડના પ્રયાસોની સરાહના

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને( NABARD Annual Lending )આકાર આપનારા આ ડૉક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની સરાહના કરી હતી. નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ એ આ ડૉક્યુમેન્ટ અંગે કહ્યું કે, બેન્કસ દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બનાવે છે. આ ઉપરાંત આ ડૉક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાય છે.

આ પણ વાંચોઃ મહેસાણાના કુંડાળ ગામની સિમમાંથી શંકાસ્પદ રીતે બીમાર હાલતમાં મળી આવ્યા ચાર મોર અને ઢેલ

સ્ટેટ ફોકસ પેપરના વિમોચનમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ સ્ટેટ ફોકસ પેપરના વિમોચનમાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ, નાણાં વિભાગના સચિવ (ખર્ચ) મનિષા ચંન્દ્રા, સહકાર સચિવ નલિન ઉપાધ્યાય તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના રિજીયોનલ ડિરેકટર એસ. કે. પાણિગ્રહી, એસ.એલ.બી.સી ના કન્વીનર બંસલ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Medical Miracle At SSG Hospital : સરકારી હોસ્પિટલમાં મળી સાચી સારવાર અને બાળકને મળ્યું નવજીવન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.