આ અંગે કોંગ્રેસના ઘારાસભ્ય શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે," નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. સરકાર નર્મદા યોજના ડેમના દરવાજા નાખવાનો જશ લઇ ખેડૂતોની મજાક થઇ રહી છે. વિઘાનસભામાં સરકારે નર્મદા યોજનાની 10700 કિલોમીટરની લંબાઇની શાખા, પ્ર-શાખા અને અન્ય નહેરો- કેનાલના કામ બાકી રાખ્યાં છે. વર્ષ- 2018માં નર્મદા કેનાલનું કામ પૂર્ણ કરવાનું સરકારે જણાવ્યું હતું. નર્મદા યોજનામાં 70 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નહેરો પાછળ 42 હજાર કરોડથી વઘુ રકમનો ખર્ચે કરવામાં આવ્યો છે. પણ તેનું પરિણામ શૂન્ય દેખાઇ રહ્યું છે. કારણ કે, આ કેનાલોમાં શરૂઆતથી જ ગાબડા પડી રહ્યાં છે. જેથી 42 કરોડની આ કેનાલો શોભાના ગાંઠીયા સમાન બની છે.
આગળ વાત કરતાં શૈલેષભાઇ કહ્યું હતું કે, "રાજય સરકારે નહેરો તો બનાવી છે. પણ તેમાં 207 ગાબડા પડ્યાં છે. આ ગાબડા પડવા પાછળ સરકાર વઘારે વરસાદ, ખેડૂતો પાણી નથી લેતાં અને ઉંદર- નોળિયાને દ્વારા ખોતરી નાખવાથી પડ્યા હોવાનું સરકાર જણાવી રહી છે. મારે પુછુવું છે કે, આ ઉંદર- નોળિયા બે પગ વાળા છે કે ચાર પગવાળા. આ બધી વાતો છે. કારણ કે, તંત્રને એજન્સીઓ સામે કોઇ કાર્યવાહી કરવી નથી.એટલે હજુ સુધી કોઇ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકાઇ નથી. જેથી આ મુદ્દે સરકાર અને એજન્સીની મિલીભગત હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
કલ્પસર યોજનાની વાત કરતાં શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે, " રાજય સરકારના અલગ-અલગ યોજનાની જાહેરાત કરી છે. તત્કાલીક રાજયના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ કલ્પસર યોજનાની જાહેરાત કરી હતી. ઘણા લાંબા સમયથી યોજનાની જાહેરાત પછી માત્ર સર્વે અને અન્ય પ્લાનીંગ પાછળ પચાસ કરોડનો ખર્ચ કર્યો છે. પણ સરકાર આ યોજના પૂર્ણ કરી શકવા માટે સક્ષમ ન હોવાનું જણાવતાં કહ્યું કે, આ યોજના પાછળ 54 હજાર કરોડનો ખર્ચ છે. છતાં હજુ પણ અંદાજિત 48319.94 પૈકી 8783.57 કિલોમીટર લંબાઇમાં કામ બાકી હોવાનું સરકારે કબૂલ્યું હતું.