કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 30 લાખ દિવ્યાંગોને સાધન-સહાયની કીટ આપવામાં આવશે, ત્યારે દેશમાં 45 લાખ લોકોને આ કિટ મળી જશે. કલોલની સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા 62 કરોડનાં ખર્ચે ઓવર બ્રીજ બનાવવામાં આવ્યો છે. કલોલની સાથે ગાંધીનગર શહેરમાં પણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું
કેન્દ્રીય સામાજિક પ્રધાન ડૉ.થાવરચંદ ગેહલોતે કહ્યું કે, દેશમાં 8508 મોરચે 14 લાખ કરતાં વધુ લોકોને સાધન સહાયની કીટ આપવામાં આવી છે. દેશમાં 80% દિવ્યાંગ એવા છે જે ચાલી શકતા નથી જ્યારે દિવ્યાંગોને પહેલા ત્રણ ટકા અનામત આપવામાં આવતી હતી, જે હવે પાંચ ટકા આપવામાં આવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા દિવ્યાંગોને પગભર કરવાં તમામ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે.
કોંગ્રેસ ઉપર પ્રહારો કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે મોટા મોટા રાજકીય નેતાઓ વેકેશનમાં સમયમાં મોજ કરતાં હોય છે, ત્યારે અમિત શાહ લોકોની વચ્ચે કામ કરી રહ્યા છે. કાશ્મીરમાં લોહીનું ટીપું વહાવ્યા વિના અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું છે. તેમણે કહ્યું કે હજુ તો અમિત શાહની શરૂઆત છે. આગામી સમયમાં ગાંધીનગરને દેશભરમાં નામના મળે તેવો વિકાસ કરવામાં આવશે.