ગાંધીનગર: ઓરિસ્સાના આરોગ્યપ્રધાન નબા કિશોરદાસને પોલીસ કર્મચારી એટલે કે એમના જ સિક્યુરીટી જવાન ગોપાલ દાસ દ્વારા જ 29 જાન્યુઆરીના રોજ ગોળી મારીને હત્યા કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ઓરિસ્સા પોલીસે હવે આ કેસમાં વધુ તપાસ માટે ગુજરાત પોલીસની મદદ લીધી છે અને ગુજરાત પોલીસ ભવનની બાજુમાં આવેલ એફએસએલમાં ઓરિસ્સા કોર્ટના હુકમ પ્રમાણે આરોપી નાર્કો ટેસ્ટ અને પોલિગ્રાફ ટેસ્ટ પૂરા કરવામાં આવ્યા છે અને આરોપીને જામીન પૂરા થતા ઓરિસ્સા પોલીસ સોમવારના રોજ કોર્ટમાં રજૂ કરશે.
માનસિક બીમાર હોવાનો દાવો: આસામ રાજ્યના આરોગ્યપ્રધાન નબા કિશોરદાસને જાહેરમાં ગોળી મારનાર સુરક્ષાકર્મી આરોપી એવા ગોપાલ દાસને ઓરિસ્સાના કોર્ટના હુકમ પ્રમાણે ગાંધીનગર એફએસએલમાં નાર્કો ટેસ્ટ અને પોલી ગ્રાફ ટેસ્ટ માટે ગુરુવારે આરોપીને લાવવામાં આવ્યા હતા. શુક્રવારના રોજ તેઓનો મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ ફોરેન્સિક લેબોરેટરીમાં નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટની કામગીરી શનિવારે કરવામાં આવી હતી. FSL સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે નાર્કો ટેસ્ટમાં આરોપી ગોપાલદાસે પોતે માનસિક બીમાર હોવાનો દાવો કર્યો છે. નાર્કો ટેસ્ટમાં આરોપીએ છેલ્લા બે મહિનાથી માનસિક બીમારી દવા લીધી ન હતી અને પોતે છેલ્લા કેટલાય સમયથી માનસિક બીમારીનો ભોગ બન્યા છે ત્યારે માનસિક અવસ્થા ખરાબ હોવાના કારણે જ ગુસ્સામાં ગોળી મારી હોવાનો દાવો આરોપીએ કર્યો છે.
આ પણ વાંચો: Rajkot Crime: ધોરાજીની સગીરા ગાયબ થતા દાદીએ મોતને વ્હાલું કર્યું
માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે હત્યા: શનિવારે આરોપી ગોપાલદાસના ગાંધીનગર એફએસએલમાં કરવામાં આવેલ નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટમાં આરોપીએ ક્લેમ કર્યો હતો કે જે આરોગ્ય પ્રધાનનું મર્ડર કર્યું છે તે મર્ડર મારી માનસિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે કર્યું છે. આમાં મારે તેમની સાથે કોઈ જ પ્રકારની દુશ્મની હતી નહીં. ઉપરાંત કોઈ રાજકીય પક્ષનો રાજકીય દ્વેષ પણ હતો નહીં. પણ મે છેલ્લા 2 મહિના થી માનસિક સ્થીરતાની ગોળી લીધી ન હોવાથી મારી માનસિક હાલત ખરાબ થઇ ગઇ હોવાનો દાવો પણ આરોપીએ ટેસ્ટ દરમિયાન કર્યો હતો.
આ પણ વાંચો: Surat Crime : સુરતમાં વેપારીને ધમકાવી ખંડણી માગવાનો કિસ્સો, સીસીટીવીમાં જોવા મળ્યો બનાવ
પોલીસ આરોપીને કોર્ટમાં કરાશે રજૂ: ગાંધીનગર એફએસએલમાં ટેસ્ટ પુરા થયા બાદ શનિવારે મોડી રાત્રે જ ઓરિસ્સા પોલીસ આરોપીને લઈને ગાંધીનગર થી ઓરીસા જવા રવાના થયા છે જ્યારે સોમવારે આરોપીના રિમાન્ડ પુરા થતા હોવાના કારણે પોલીસ આરોપી ગોપાલદાસને કોર્ટમાં રજૂ કરશે જ્યારે સત્તાવાદી તે મળતી માહિતી પ્રમાણે આરોપી ગોપાલદાસ છેલ્લા કેટલાય વર્ષોથી પોલીસ સેવામાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે આરોપીને તમામ એફએસએલના ટેસ્ટ વિશેની જાણકારી હોય છે ત્યારે આરોપીએ જે માનસિક બીમારીનો ક્લેમ એફએસએલમાં કર્યો છે તેને પોલીસ હવે આ બાબતે પણ વધુ તપાસ કરશે.