- 29મી મે એ જાહેર થઇ હતી મુખ્યપ્રધાન બાળ સેવા યોજના
- 33 જિલ્લાના બાળકો વડિયો કોન્ફ્રન્સથી સહભાગી થયા
- સૌથી વધુ અમદાવાદ, ભાવનગર જિલ્લાના બાળકો જોડાયા
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી મુખ્યપ્રધાન બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાને પ્રતિક રૂપે પાંચ બાળકોને કીટ પણ અર્પણ કરી હતી. વિજય રૂપાણીએ આ બાળકો સાથે આવેલા તેમના વાલી સાથે પણ સંવેદના સભર સંવાદ કરી બાળકોના દિવંગત માતા-પિતા વિશે પુચ્છપરછ કરી હતી. રાજ્યના 33 જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વીડિયો કોન્ફ્રન્સથી સહભાગી થયા હતા. વિજય રૂપાણીએ આ મુખ્યપ્રધાન બાળ સેવા યોજનાનું ગાંધીનગરથી લોન્ચિંગ કરાવતાં કહ્યું કે, નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બનશે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'નો અમલ શરૂ
776 બાળકોને 31 લાખની સહાયતા અપાઈ
776 બાળકોમાથી પ્રતિ બાળકને 4,000 એમ 31 લાખની સહાયતા અપાઈ હતી. રાજ્યભરના 776 બાળકોને પ્રતિ બાળક દરમહિને રૂપિયા 4000ની સહાય યોજના અન્વયે 31 લાખ 4 હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યપ્રધાનએ આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તદઅનુસાર, અમદાવાદ જિલ્લામાં-42, અમરેલી-19, અરવલ્લી-26, આણંદ-39, કચ્છ-31, ખેડા-36, ગાંધીનગર-6, ગીર સોમનાથ-16, છોટાઉદેપૂર-6, જામનગર-24, જૂનાગઢ-28, ડાંગના-11, તાપીના-17, દાહોદના-22, દેવભૂમિ દ્વારિકાના-13, નર્મદાના-12, નવસારીના-30, પંચમહાલ-30, પાટણ-22, પોરબંદર-11, બનાસકાંઠા-21, બોટાદ-13, ભરૂચ-19, ભાવનગર-42, મહિસાગર-9 તેમજ મહેસાણા-22, મોરબી-12, રાજકોટ-58 વડોદરા-32, વલસાડ-26, સાબરકાંઠા-36, સુરત-29 અને સુરેન્દ્રનગરના-16 મળી કુલ 33 જિલ્લાના 776 નિરાધાર બાળકોને સમગ્રતયા 31 લાખ 4 હજારની સહાય અર્પણ કરી હતી.
મુખ્યપ્રધાન બાળ સેવા યોજનાનો 0 થી 18 વર્ષ સુધીની વયના બાળકોને મળશે લાભ
21 વર્ષ સુધી આફટર કેર યોજનામાં 6 હજારની સહાય સરકાર આપશે. મુખ્યપ્રધાન બાળ સેવા યોજનાનો લાભ 0 થી 18 વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને 4000ની સહાય રાજ્ય સરકાર આપશે. જે બાળકને 18 વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે. તેવા બાળકને 21 વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને 6 હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને 24 વર્ષ કે, અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજનામાં પ્રતિમાસ 6 હજાર રૂપિયા સહાય મળશે.
આ પણ વાંચોઃ વડોદરાના 32 બાળકોને CM Bal Seva Yojnaમાં માસિક રૂ.4000ની સહાય, કોરોના મહામારીમાં ગુમાવી છત્રછાયા
આધાર વિહોણા બનેલા બાળકો માટે PM Cares ફંડમાંથી સહાય
વિજય રૂપાણીએ જણાવ્યું કે, જ્યાં સુધી કોરોના મહામારી રહેશે, ત્યાં સુધી આવા બાળકો જેમણે પોતાના માતા-પિતા ગુમાવ્યા હશે. તેવા બાળકોને આ સહાય આપવામાં આવશે. તેમણે કેન્દ્રની પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી આધાર વિહોણા બનેલા બાળકો માટે PM Cares ફંડમાંથી સહાય આપવાની સંવેદનાસ્પર્શી જાહેરાતને દિન દુ:ખીયાના આંસુ લૂછવાની સંકલ્પબદ્ધતા ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે આ સરકાર ગરીબ વંચિત પીડિત લોકોને, સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને બધી જ કલ્યાણ યોજનાઓ બનાવી તેનો અમલ કરી રહી છે અને કરતી રહેશે.