- પાટનાગરમાં 18 મોટા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા
- માણસમાં 9, કલોલમાં 4 અને દહેગામમાં 7 રસ્તા ખુલ્લા કરાયા
- ફોરેસ્ટની 10 ટીમો અને તંત્રએ મળી કામગીરી કરી
ગાંધીનગર : જિલ્લાની અંદર પણ વાવાઝોડાની અસર સોમવારથી જોવા મળી હતી. સોમવારે વરસાદ અને પવન ફૂંકાતા અહીં પણ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. લગભગ અઢીસો જેટલા વૃક્ષો ગાંધીનગર જિલ્લાની અંદર પડી ગયા હતા. ફોરેસ્ટ તેમજ તંત્ર દ્વારા આ વૃક્ષોને રસ્તા પરથી હટાવવાનું કામ ઝડપથી કરવામાં આવ્યું હતું.
જિલ્લાના 30થી 40 મોટા રસ્તાઓ બ્લોક થઈ ગયા
વૃક્ષ પડતા ગાંધીનગર જિલ્લાના 30થી 40 મોટા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. તે તમામ રસ્તાઓને અત્યારે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. જોકે, ગ્રામ્ય લેવલે કેટલાક નાના રસ્તાઓ પર પણ હજુ સુધી કામગીરી ચાલી રહી છે. તે પણ આજ સાંજ સુધીમાં ક્લિયર થઇ જશે.
આ પણ વાંચો : જિલ્લા આયોજન અધિકારીએ વાવાઝોડાના પગલે વાવ પંથકની મુલાકાત લીધી
40થી વધુ પ્રતિ મિનિટની સ્પીડે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા
જિલ્લામાં અલગ-અલગ તાલુકા લેવલે ફોરેસ્ટની 10 ટીમો તાલુકા લેવલે વાવાઝોડાને પગલે કામ પર મુકવામાં આવી હતી. જેમાં ગઈકાલે 40થી વધુ પ્રતિ મિનિટની સ્પીડે પવન ફૂંકાતા ગાંધીનગરમાં જે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તેની જાણ મળતા જ ટીમે ત્યાં પહોંચી ગઇ હતી. આ વૃક્ષોને રસ્તાઓ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
68 મજૂરો, GCB, ટ્રેક્ટર વગેરેની પણ મદદ લેવાઇ
સોમવારથી લઈને આજે વહેલી સવાર ત્રણ વાગ્યા સુધી કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં તેમણે મોટી સંખ્યામાં રસ્તાઓ પર પડેલા વૃક્ષોને હટાવ્યા હતા. જે માટે 68 મજૂરો, GCB, ટ્રેક્ટર વગેરેની પણ મદદ લેવામાં આવી હતી. જોકે, આ વૃક્ષો અત્યારે રસ્તાની સાઇડમાં છે. જેને કાપીને ટ્રેક્ટરમાં ભરી યોગ્ય જગ્યાએ આ લાકડાને મુકવામાં આવી રહ્યા છે.
મોટાભાગના રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવામાં આવ્યા
માણસામાં નવ રસ્તાઓ, કલોલમાં 4 રસ્તાઓ કે જે મોટા છે તેના વૃક્ષો ખસેડી લોકો માટે ખુલ્લા કર્યા છે. જોકે, ગાંધીનગર ગ્રામ્ય લેવલે પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ, તલાટી, ગ્રામ પંચાયત દ્વારા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. તેને ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોટાભાગના રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. સાઈડમાં પડેલા વૃક્ષોને ટ્રેક્ટર દ્વારા હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.