ગાંધીનગરઃ રાજ્યની સ્થિતિ કાબૂ બહાર નીકળી ગઇ છે, એમાં પણ અમદાવાદ શહેરની તો વાત જ થાય તેમ નથી. કોરોના વાઈરસથી બચવા હવે નાગરિકો સ્વયં શિસ્ત નહી જાળવે તો આંકડો 5000ને વટાવી જશે. રાજ્યમાં કોરોનાના કુલ 313 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 4395 કેસ થયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 5 દર્દીના જ્યારે કોરોના સહિત અન્ય બીમારીથી પણ પીડિત હોય તેવા 12 લોકો કુલ 17 દર્દીના મોત થયા છે. આજે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 86 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે નવા 313 કેસમાં પણ અમદાવાદના કેસ સૌથી વધુ આવ્યાં છે. આ સાથે જ અમદાવાદમાં કુલ અત્યાર સુધી 3026 કેસ નોંધાયા છે. જેમાં 149 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 316 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 614 દર્દી નોંધાયા છે. જેમાંથી 25ના મોત નીપજ્યા જ્યારે 54 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
વડોદરામાં 289 દર્દી નોંધાયા છે. જેમાંથી 17ના મોત નીપજ્યા છે, જ્યારે 87 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજકોટમાં 58 કેસ નોંધાયા છે, અહીં 17 દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે 1નુ મોત નીપજ્યું છે. ભાવનગરમાં 47 કેસ નોંધાયા છે. જ્યારે અહીં 5ના મોત અને 21 દર્દી સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યના લોકો આ સ્થિતિને લઈ શાંત રહે. લોકો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો પણ તેમાંથી સ્વસ્થ થાય છે તે આપણે જોઈએ છીએ.