રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહેતા ચર્ચાનો વિશષ બન્યો હતો. પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આપેલું આમંત્રણ કલેક્ટર દ્વારા મને મળ્યું હતું.હું એ આમંત્રણ સ્વીકારીને જ કાર્યક્રમમાં આવ્યો છું. બાકી ના ધારાસભ્ય કેમ નથી આવ્યા તે તેમનો પ્રશ્ન છે. પરંતુ પ્રજાનું કામ તો સરકાર જ કરે છે. જ્યારે ભાજપમાં જોડાવા બાબત પર તેઓએ કહ્યું હતું કે, આવી કોઇ જ વાત નથી જ્યારે કોંગ્રેસ પક્ષ તેમના પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેના જવાબમાં પણ તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કાર્યવાહી થશે ત્યારે હું પક્ષને જવાબ આપવા સક્ષમ છું કે, હું શા કારણથી સરકારના કાર્યક્રમમાં આવ્યો હતો.
કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારના કાર્યક્રમમાં આપી હાજરી
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારે તમામ ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું. ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા પરંતુ કોંગ્રેસના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહેતા ચર્ચાનો વિશષ બન્યો હતો. પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આપેલું આમંત્રણ કલેક્ટર દ્વારા મને મળ્યું હતું.હું એ આમંત્રણ સ્વીકારીને જ કાર્યક્રમમાં આવ્યો છું. બાકી ના ધારાસભ્ય કેમ નથી આવ્યા તે તેમનો પ્રશ્ન છે. પરંતુ પ્રજાનું કામ તો સરકાર જ કરે છે. જ્યારે ભાજપમાં જોડાવા બાબત પર તેઓએ કહ્યું હતું કે, આવી કોઇ જ વાત નથી જ્યારે કોંગ્રેસ પક્ષ તેમના પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેના જવાબમાં પણ તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કાર્યવાહી થશે ત્યારે હું પક્ષને જવાબ આપવા સક્ષમ છું કે, હું શા કારણથી સરકારના કાર્યક્રમમાં આવ્યો હતો.
વન 2 વન પ્રધુમનસિંહ જાડેજા. Conclusion:...