ETV Bharat / state

ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સાઇકલ સવારી કરી પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ નોંધાવ્યો

author img

By

Published : Mar 1, 2021, 3:04 PM IST

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે MLA ક્વાર્ટરથી વિધાનસભા સંકુલ સુધી સાઈકલ પર બેનર લગાવી પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અંગે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગાંધીનગર
ગાંધીનગર

  • વિરોધ સાથે વિધાનસભાની થઈ શરૂઆત
  • કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો બેનર સાથે વિરોધ
  • પેટ્રોલ ડીઝલ અને ગેસના વધેલા ભાવને લઈ કરાયો વિરોધ

ગાંધીનગર: ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવારના રોજ વિધાનસભા ગૃહના પ્રથમ દિવસે કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અનોખા વિરોધ સાથે MLA ક્વાર્ટરથી વિધાનસભા સંકુલ પહોંચ્યા હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે ગુલાબસિંહ રાજપૂતે સાઈકલ પર સવારી કરીને પેટ્રોલ અને ડીઝલના વધારાના ભાવનું બેનર પહેરીને સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.

વિધાનસભા ગૃહમાં હવે થશે બબાલ

કોંગ્રેસ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 30 દિવસ ચાલનારી આ વિધાનસભાની કાર્યવાહીમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપરાંત યુવાનોને રોજગારી અને અનેક મુદ્દાઓ ઉપર સરકારને સવાલ કરવામાં આવશે, ત્યારે વિધાનસભા ગૃહમાં 30 દિવસમાં વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે યુદ્ધ પણ થશે. જ્યારે ગ્રુપમાં અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ વોકઆઉટ કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

સાઈકલ પર બેનર લગાવી પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ માટે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો

નીતિન પટેલને એમના ઘરમાંથી રાહત આપવની નથી

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે અગાઉ પણ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય. સરકાર પણ આ બાબતે વિચારણા કરી રહી નથી, ત્યારે આ બાબતે કોંગ્રેસના થરાદ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે પોતાના ઘરમાંથી કોઈ પણ રાહત આપવાની નથી, સરકારમાંથી જનતાને રાહત આપવાની છે એટલે નીતિન પટેલ ગુજરાતના નાગરિકોને રાહત આપે તેવી પણ વાત ગુલાબસિંહ રાજપૂતે કરી હતી.

વિધાનસભા ગૃહ બની શકે છે તોફાની

વિધાનસભા ગૃહમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રોજગારી, યુવાનો, પેટ્રોલ ડીઝલ અને ભાવ વધારા મુદ્દે પણ ખાસ્સી ચર્ચા કરવામાં આવશે. આમ ગુલાબસિંહ રાજપૂતના નિવેદન અને કોંગ્રેસની સ્ટ્રેટેજી પ્રમાણે ગુજરાત વિધાનસભાનું બજેટ સેશન તોફાની બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.