સમગ્ર દેશમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય માનવ સંસાધન પ્રધાન કાર્યાલય હેઠળ આવતી હોય છે, રવિવારના રોજ ગાંધીનગરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં માનવ સંસાધન પ્રધાન ડૉ. રમેશ પોખરીયાલ મહેમાન બન્યા હતા. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેર સહિત કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય વિદ્યાલયના આચાર્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાવ નૃત્ય રજૂ કરીને સૌ કોેઈને દંગ કરી દીધા હતા.
માનવ સંસાધન પ્રધાને કહ્યું કે હું હંમેશા શાળા-કોલેજોમાં જાઉં છું, ત્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે શું બનવા માંગો છો ? અનેક લોકો ડોક્ટર અને એન્જિનિયર બનવાની વાતો કરે છે. પરંતુ હું એવું કહું છું કે, તમે પ્રોફેસરનો શિક્ષણ સાથે સંકળાયેલા રહો કારણ કે કે એક શિક્ષકએ વ્યક્તિ છે જે ડોક્ટર, એન્જીનીયર રાજકારણી બનાવી છે. શિક્ષકોને બાળકો રૂપિએ કોરો કાગળ કાગળ આપવામાં આવે છે, પરંતુ તેમાં શું લખવું અથવા શું લખવા માંગો છો ? તે કામ તમને મળ્યું છે. ત્યારે તે મોટી જવાબદારી છે,જેને સુંદર રીતે પૂર્ણ કરવી જોઈએ.
વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ભગવાન રામનો ઉદાહરણ આપતાં કહ્યું કહ્યું કે, તમે રામ જેવા બનો. એક તરફ ગાદી સોંપવામાં આવી રહી હતી, તે દરમિયાન અને તેમણે વનવાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો. ત્યારે એક પણ પ્રકારનો વિચાર કર્યા વિના તેઓ વનવાસ કરવા નીકળી ગયા હતા.
આજના જમાનાનો કોઈ રામ હોય તો ગાદી માટે સીધો જ કોર્ટમાં જતો રહે. ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે, પરંતુ દરેક ઘરમાં રામલીલા જોવામાં આવે છે અને ભજવવામાં આવે છે. રામને તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે જુએ તરીકે તરીકે જુએ છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, હાલમાં હિન્દુસ્તાનની ધરતી ઉપર એવો રામ હોવો જોઈએ, જેના રાજ્યમાં લોકો સામેથી કહે કે ખરા અર્થમાં રામ રાજય છે.