રાજ્યમાં ભારે વરસાદ બાદ રોગચાળોના ફેલાય તે માટે આરોગ્ય પ્રધાન દ્રારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલમાં આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ સહિતના અધિકારીઓની હાજરીમા જિલ્લાના EMO (એપિડેમીક મેડિકલ ઓફિસર) DMO (ડિસ્ટિક મેડિકલ ઓફિસર) સાથે મચ્છર જન્ય રોગચાળો અટકાવવા માટે કેવા પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે અને આગામી સમયમાં કેવા પગલા પડશો તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય પ્રધાન દ્રારા તમામ અધિકારીઓ પાસે જિલ્લાની આરોગ્ય વિશેની કામગીરી અંગે જાણકારી માંગી હતી. હાલ મેલેરિયાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોને મચ્છર દાની આપી, મચ્છથી બચવા તેમજ મચ્છરનો ઉપદ્રવના થાય તેની પર ભાર મુકવાની સુચના આપી હતી. કેટલાક અધિકારીઓ દ્વારા આરોગ્યપ્રધાન અને ખોટી માહિતી આપવામાં આવતી હતી ત્યારે પ્રધાને તેમની પાસે પુરાવા માગતા સ્થળ ઉપર જ ભાંડો ફૂટી ગયો હતો ત્યારે હવે આગામી સમયમાં આ પ્રકારની કામગીરી મીડિયાની હાજરીમાં કરવાની પણ સૂચના આપી હતી. મોટાભાગના જિલ્લા મેલેરીયા અધિકારીઓ આરોગ્યપ્રધાન નીતિન પટેલના જવાબ આપી શક્યા ન હતા.
રાજ્યમાં દરેક જગ્યાએ ભંગારની દુકાન હોય છે. તેમાં પાણી ભરાઈ રહેવાની શક્યતાઓ વધુ હોય છે. ત્યારે ભંગારની દુકાનો ઉપર પણ કામગીરી કરવા ટકોર કરી હતી. જ્યારે જયાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાએ માછલીઓ મૂકવામાં આવે એવું સૂચન કર્યું હતું. પ્રધાન નીતિન પટેલે કહ્યું કે સારી કામગીરી કરશે તે અધિકારી, કર્મચારીઓને સન્માનિત કરવામા આવશે, જ્યારે ખોટી કામગીરી કરશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.