ETV Bharat / state

'Vanbandhu Kalyan Yojana'ના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ બેઠક - CM Rupani

રાજ્યના મુખ્ય પ્રધાન(Chief Minister of State) અને નાણાપ્રધાન નીતિન પટેલ(Finance Minister Nitin Pate)l દ્વારા વિધાનસભાગૃહમાં બજેટ(Budget) રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1 લાખ કરોડની 'વનબંધુ કલ્યાણ યોજના'(Vanbandhu Kalyan Yojana-2)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમા યોજનાના અમલીકરણ માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

'Vanbandhu Kalyan Yojana'ના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ બેઠક

author img

By

Published : Jun 24, 2021, 9:20 AM IST

Updated : Jun 24, 2021, 10:12 AM IST

  • CM વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
  • વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-2 (Vanbandhu Kalyan Yojana)ના ઝડપી અમલીકરણ માટે યોજાઈ
  • વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલ (Finance Minister Nitin Pate)દ્વારા વિધાનસભાગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1 લાખ કરોડની 'વનબંધુ કલ્યાણ યોજના'(Vanbandhu Kalyan Yojana)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે જે રીતે કોરોના કેર ઘટી રહ્યા છે, ત્યારે બજેટનું અમલીકરણ ઝડપથી થાય અને બજેટમાં દર્શાવેલો યોજનાનો અમલ પણ થાય તેને લઈને આજે વન બંધુ કલ્યાણ યોજના ભાગ-2 (Vanbandhu Kalyan Yojana)ના અમલીકરણ માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani)અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા "જન જાગૃતિ ગુજરાત" વેબસાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું

આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે નેમ સાથે બેઠક

આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1 લાખ કરોડની 'વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-2'(Vanbandhu Kalyan Yojana) આગામી પાંચ વર્ષ માટે જાહેર કરી છે. આ યોજના હેઠળ મહત્તમ લોકોને લાભ મળે તે માટે આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે પ્રકારના કામો કરવા પડશે. આ વિસ્તારમાં તમામ લોકોને આવરી લેતી યોજનાઓ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી આ વિસ્તારના લોકોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ બદલાવ લાવી શકાશે. તેમ CM રૂપાણીએ(CM Rupani) જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ લોકડાઉનમાં વિલંબે પડેલી યોજનાના અમલીકરણ માટે બેઠક યોજાઇ, એક ગાય દીઠ 900 રૂ.ની સહાય: આર.સી.ફળદુ

યોજના(Yojana)ના અમલ કરવાની અપાઇ સૂચના

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આદિજાતિના 14 જિલ્લાના લોકોની વર્તમાન જરૂરિયાતને સમજી- જાણીને આ યોજનામાં સામેલ કરવાનું પણ CM રૂપાણી (CM Rupani)અધિકારીઓને આ બેઠકમાં સૂચન કર્યું હતું. આ બેઠકમાં આદિજાતિ વિભાગના સચિવ ડૉ. મુરલીક્રિશ્નાએ આ પ્રસંગે વનબંધુ કલ્યાણ યોજના-2નું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ વનબંધુ ખેડૂતો માટે વૈવિધ્યકરણ યોજના-2021નો શુભારંભ: 14 આદિજાતિ જિલ્લાના 1.26 લાખથી વધુ વનબંધુ કિસાનોને થશે ફાયદો

વનબંધુ કિસાનોને લાભ માટે વૈવિધ્યકરણ યોજના કરી જાહેર

CM રૂપાણી(CM Rupani)એ 22 જૂનના રોજ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1.26 લાખથી વધુ વનબંધુ કિસાનોને લાભ મળે તે માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત આદિવાસી ખેડૂતોને 31 કરોડની ખાતર- બિયારણ સહાય મળશે. જેમાં ખાતરમાં 45 કિલો ગ્રામ યુરીયા, 50 કિલોગ્રામ એન.પી.કે. અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં

છેલ્લા 10 વર્ષમાં 10 લાખ ખેડૂતોને મળ્યો લાભ

CM રૂપાણીએ (CM Rupani) વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં આ યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઈ, કારેલા, દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે. જેથી આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતા થયા છે.

ખેતી માટે પાણીની વ્યવસ્થા

રાજ્ય સરકારે તાજેતરમાં કપરડા ધરમપુર માટે રૂપિયા 797 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજના તથા અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશય આધારિત મેઘરજ માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટે રૂપિયા 117 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેથી સરળતાથી વનબંધુ ખેડૂતો ખેતી માટે પાણીનો વપરાશ કરી શકે. જ્યારે રાજ્ય સરકારે છેલ્લા 4 વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા 6600 કરોડની વિવિધ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે. જેના નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. આના થકી આદિજાતિ વિસ્તારની 5.45 લાખ એકર જમીનને સિંચાઈ સુવિધા મળશે.

Last Updated : Jun 24, 2021, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.