ETV Bharat / state

malnutrition in children : ભાજપ હવે વાલીઓને સમજાવશે કે બાળકોને પોષણક્ષમ આહાર આપો ! - malnutrition in children

ગુજરાત રાજ્યમાં બાળકોના કુપોષણ(Children malnourished in Gujarat ) અંગે જાગૃતિ ફેલાવવા ભાજપના મહિલા મૉરચો, યુવા મોરચો અને ડૉકટર સેલ કરવા જઈ રહ્યા છે. આ અભિયાનની જવાબદારી (Nutrition Campaign in Gujarat)પ્રદેશ મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી છે. આગામી સમયમાં સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી અને મંડળ સ્તરે કામગીરી થાય તેના માટે આયોજન કરવામાં આવશે.

malnutrition in children : ભાજપ હવે વાલીઓને સમજાવશે કે બાળકોને પોષણક્ષમ આહાર આપો !

author img

By

Published : Feb 10, 2022, 3:56 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં બાળકો કુપોષિત(Children malnourished in Gujarat ) હોય છે. તેવું મહેણું ગુજરાત પર છે. બાળકોમાં કુપોષણ અંગે જાગૃતિ ફેલાવવા (Awareness of malnutrition in children)ભાજપના મહિલા મૉરચો, યુવા મોરચો અને ડૉકટર સેલ કરવા જઈ રહ્યા છે.

કુપોષણ અંગે જાગૃતિ

આ મહિનાથી જ થશે કાર્ય

ભાજપ પ્રદેશ(Bharatiya Janata Party) પ્રમુખ સી.આર.પાટીલે થોડા દિવસ અગાઉ ડૉકટર સેલ, મહિલા મોરચો અને યુવા મોરચાની સંયુક્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં પોષણ અભિયાન ચલાવવા અંગે ચર્ચા કરાઈ હતી. આ મહિનાથી (National Nutrition Month)જ આ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભારતમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત, આમાંથી 17.7 લાખ તો અત્યંત કુપોષિત

પોષણ અભિયાનની જવબદારી રજની પટેલને સોંપાઈ

આ અભિયાનની જવાબદારી પ્રદેશ મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી છે. આગામી સમયમાં સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી અને મંડળ સ્તરે કામગીરી થાય તેના માટે આયોજન કરવામાં આવશે. આ માટે આંકડા એકત્ર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. કયા વિસ્તારમાં સૌથી વધારે બાળકો કુપોષિત( malnutrition in children )છે, તેની માહિતી મુજબ આયોજન કરવામાં આવશે. જેમાં યુવા મોરચો અને મહિલા મોરચો જમીની સ્તરે કામગીરી કરશે. ઘરે-ઘરે જઈને પોષણ ક્ષમ આહાર અંગે માહિતી અપાશે. સાથે જ ભાજપ ડૉકટર સેલ દ્વારા 0 થી 5 વર્ષના બાળક માટે અને 6 થી 18 વર્ષમાં બાળક માટે અલગ -અલગ આહાર ચાર્ટ તૈયાર કરાશે. ગર્ભવતી મહિલા માટે પણ અલગ આહાર તૈયાર કરી જે-તે વ્યક્તિને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ત્રણ મહિનામાં માહિતી ફેલાવવાનો ટાર્ગેટ

આ અભિયાન માટે જિલ્લા સ્તરની બેઠક કમલમ ખાતે યોજવામાં આવશે અને પોતાના વિસ્તારમાં અભિયાન શરૂ કરવા કહેવામાં આવશે. પ્રથમ ત્રણ મહિનામાં આ અભિયાન પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ જરૂરિયાત મુજબ અભિયાન શરૂ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ 'કુપોષિત ગુજરાત': 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 2.41 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.