ETV Bharat / state

Makar Sankranti 2023: પક્ષી બચાવવા માટેનું કરુણા અભિયાન, 8000 સ્વયંસેવકો ખડેપગે - ગુજરાતમાં કરુણા અભિયાન

રાજ્ય સરકારે મકરસંક્રાંતિના તહેવાર પર પક્ષીઓને લઈને કરુણા અભિયાનની (karuna abhiyan in gujarat) શરૂઆત કરી છે. આ અભિયાનમાં 8,000 જેટલા સ્વયંસેવકો જોડાયા છે. આ ઉપરાંત (Uttrayan 2023) પક્ષીઓની સારવાર કેન્દ્રોની વિગત માટે વોટસએપ પર કોલ કરીને લીંક મેળવી શકાશે. (Makar Sankranti 2023)

Makar Sankranti 2023: પક્ષી બચાવવા માટેનું કરુણા અભિયાન, 8000 સ્વયંસેવકો ખડેપગે

author img

By

Published : Jan 11, 2023, 9:00 PM IST

Updated : Jan 12, 2023, 1:27 PM IST

મકરસંક્રાંતિમાં સરકારનું પક્ષી બચાવવા માટેનું કરુણા અભિયાન

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ અને વાસી (karuna abhiyan in gujarat) મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. લોકો કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ખૂબ ઉત્સાહપૂર્વક મકરસંક્રાંતિ ઉજવશે, ત્યારે દર વર્ષે મકરસંક્રાંતિમાં પતંગના દોરાથી અનેક પક્ષીઓના જીવજોખમાય છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પણ કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. આ અભિયાનમાં 8,000 જેટલા સ્વયંસેવકો જોડાયા છે. (Makar Sankranti 2023)

સાંજના 5 વાગ્યા પછી પતંગના ઉડાડવાની અપીલ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઈજાગ્રસ્ત થતાં બચાવવા અને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તારીખ 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2023 (Makar Sankranti Karuna Abhiyan) યોજવામાં આવશે. અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયામાં ગુજરાત પ્રથમ રાજય છે, ત્યારે આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે અપીલ કરી છે. (karuna abhiyan in gujarat)

6 વર્ષથી સરકાર કરી રહી છે આયોજન રાજ્યમાં યોજાનાર આ અભિયાનની વિગતો આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2017થી રાજ્યમાં કરૂણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક ઉત્તમ શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં (Compassion campaign in gujarat) અંદાજે 70 હજારથી વધુ પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવી શક્યા છીએ. આપણે સૌ ઉત્સવ પ્રિય નાગરિકો છીએ, ત્યારે ઉત્તરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ. (karuna abhiyan 2023)

વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તારીખ 20મી જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન 2023 દરમિયાન દરરોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે. એટલું જ નહી, 33 જિલ્લાઓમાં 333 NGO આ સેવાયજ્ઞમાં જોડાઇ છે. ચાલુ વર્ષે રાજયમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે ડૉકટર તેમજ 8 હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટસએપ નં 832000 2000 પર કોલ કરવાથી લીંક મેળવી શકાશે. તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર 1962 ઉપર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. (karuna abhiyan helpline number)

ચાઈનીઝ દોરી બાબતે પોલીસને કરો જાણ નાગરિકોને ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવાની સાથે સાથે અબોલા પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરતાં કહ્યું કે, કોઇપણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરે. તેમજ જો કોઇ ઈજાગ્રસ્ત પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ વક્તા પ્રદાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. (Makar Sankranti Festival 2023)

Last Updated : Jan 12, 2023, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.