ETV Bharat / state

Lok Sabha Speaker: લોકસભા સ્પીકરે વિધાનસભામાં સંસદીય કાર્યશાળાનું કર્યું ઉદ્ઘાટન, વન નેશન વન એસેમ્બલીના કોન્સેપ્ટની કરી જાહેરાત - ઓમ બિરલા ગુજરાત પ્રવાસ

લોકસભાના સ્પીકર ઓમ બિરલા ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ તેમણે વન નેશન વન એસેમ્બલીના કોન્સેપ્ટની જાહેરાત કરી હતી.

Lok Sabha Speaker: લોકસભા સ્પીકરે વિધાનસભામાં સંસદીય કાર્યશાળાનું કર્યું ઉદ્ઘાટન, વન નેશન વન એસેમ્બલીના કોન્સેપ્ટની કરી જાહેરાત

author img

By

Published : Feb 15, 2023, 5:07 PM IST

નવા નિયમો પહોંચાડી દેવાશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વન નેશનલ વન આધાર, વન નેશન વન ઈલેક્શન, વન નેશન વન એપ્લિકેશન, વન નેશન વન પાનની વાત કરવામા આવે છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં સંસદીય કાર્યાશાળાના ઉદ્ઘાટનમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા આવ્યા હતા. તેમણે આગામી સમયમાં વન નેશન વન એસેમ્બલીના કન્સપેટની જાહેરાત કરી હતી. આમાં આવનારા દિવસોમાં લોકસભા દ્વારા તમામ રાજયની વિધાનસભા માટે કોમન નિયમ લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Copper Tube Plant : એસી અને ફ્રીજમાં ઉપયોગમાં આવતી કોપર ટ્યુબનું ઉત્પાદન ગુજરાતમાં થશે, ક્યાં હશે અને કોણ બનાવશે તે જૂઓ

શું છે કોમન એસેમ્બલી નિયમ?: લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુજરાત વિધાનસભા યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાન વિધાનસભા ખાતે દેશના તમામ વિધાનસભા અધ્યક્ષનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં દેશની તમામ રાજ્ય વિધાનસભામાં કોમન નિયમની ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં દેશની તમામ વિધાનસભા માટે કોમન નિયમોની ગઠન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમ જ માર્ચ મહિનાના અંત સુધીમાં તમામ વિધાનસભાના અધ્યક્ષને નવા નિયમો આપવામા આવશે અને ત્યારબાદ જેતે વિધાનસભા અધ્યક્ષ પોતાની નિયમોના નિયમ કમિટી બોલાવીને નવા નિયમો લાગુ કરવા કે નહીં તે બાબતે નિર્ણય કરશે.

  • લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના વરદ હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, સંસદ સભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યશ્રીઓ માટેની બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. pic.twitter.com/bAIn5LE3Bi

    — CMO Gujarat (@CMOGuj) February 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નવા નિયમો પહોંચાડી દેવાશેઃ તેમણે ઉંમેર્યું હતું કે, આમ, જેતે વિધાનસભા પોતાની રીતે લોકસભા દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નિયમો એડોપ્ટ કરી શકશે. માર્ચ મહિના સુધીમાં તમામ વિધાનસભા અને આ નવા નિયમો પહોંચાડી દેવામાં આવશે. ત્યારબાદ જેતે વિધાનસભાની કમિટી દ્વારા નક્કી કરીને વિધાનસભાના મેચ ઉપર નવા નિયમો મૂકીને તેને એડ ઑફ કરવું કે નહીં તે નિર્ણય જેતે વિધાનસભા દ્વારા કરવામાં આવશે.

પક્ષ બદલું માટે કડક નિયમો, રિપોર્ટ તૈયારઃ ગુજરાત સહિત અનેક રાજ્યમાં ચૂંટણીની સિઝન દરમિયાન અનેક નેતાઓ જેતે પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઈ જાય છે. ત્યારે આવી ઘટના બાબતે પક્ષ પલતું નિયમ તૈયાર કરવામાં આવશે. તો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પક્ષપલટા બાબતે જણાવ્યું હતું કે, કમિટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. આ બાબતે આગામી દિવસોમાં આ કમિટીના રિપોર્ટ બાબતે ફરી ચર્ચા કરવામાં આવશેે. ત્યારબાદ આ નિયમ લાગુ કરવામાં આવશે. જ્યારે આ પક્ષ પલટામાં કડક જોગવાઈઓ પણ મુકવામાં આવશે.

વિધાનસભા લાઈવ કરવી કે નહીં તે વિધાનસભાનો પ્રશ્નઃ ગુજરાત વિધાનસભાની તમામ કામગીરી પહેલા લાઈવ દર્શાવવામાં આવતી હતી. ઉપરાંત અનેક રાજ્યોને વિધાનસભાની કામગીરી લાઈવ દર્શાવતી હતી, પરંતુ હવે ગુજરાત વિધાનસભા સહિત અનેક વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ થતું નથી. ત્યારે આ બાબતે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આ જેતે વિધાનસભાનો પ્રશ્ન છે. વિધાનસભા અધ્યક્ષ નક્કી કરે તે રીતે જ કાર્યવાહી થઈ શકે. જ્યારે લોકસભાની કામગીરી આઝાદી પછી વર્ષ 1991થી જ જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું.

તમામ વિધાનસભાની કામગીરી એક પ્લેટફોર્મ પર જોવા મળશેઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તમામ વિધાનસભાની કામગીરી એક પોર્ટલ પર મૂકવામાં આવશે, જેમાં વિધાનસભાની તમામ કામગીરી જેવી કે પ્રશ્નોત્તરી, ડિબેટ, ચર્ચા, તમામ બિલ, એક જ પોર્ટલ પર જોવા મળશે. આ પ્લેટફોર્મ ટૂંક સમયમાં શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ પ્લેટફોર્મની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 નવેમ્બર 2021ના રોજ ઈન્ડિયા પ્રીસાઈડિંગ ઓફિસર કોનફરન્સમાં કરી હતી.

ગુજરાતના ધારાસભ્યોને પ્રશિક્ષણઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં 2 દિવસ એ સંસદીય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ ધારાસભ્યના 80 જેટલા ધારાસભ્યોએ પ્રથમ વખત નિયુક્ત થયા છે જેમાં 8 મહિલા છે, ત્યારે નવા ધારાસભ્ય વિધાનસભા ગ્રુપમાં જનતા નો પ્રશ્ન કઈ રીતે મૂકી શકે ડિબેટમાં ચર્ચા કયા મુદ્દે કરી શકાય અને સંસદીય પ્રણાલીનો પણ અનુભવ લઈ શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ બે દિવસના કામમાં 10 જેટલા 17 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનુભવી લોકો ચર્ચા કરશે અને વિધાનસભાના નિયમોની જાણકારી લઈને ડિબેટ પણ યોજાશે જ્યારે ગુજરાત આવવાનો મને મોકો મળ્યો છે જ્યારે આ ગુજરાતની ધરતી એ દેશના નિર્માણમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે અને ગુજરાતનો ઇતિહાસ લાંબો અને ખૂબ જ સારો રહ્યો છે. જ્યારે સંસદીય પ્રક્રિયામાં આલોચના સ્વીકાર્ય છે પણ આક્ષેપ ના થવા જોઈએ. જ્યારે વિરોધ પક્ષના સ્થાન માટે ગુજરાત વિધાનસભા નો પ્રશ્ન હોવાનું જવાબ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.