ETV Bharat / state

ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ, 22 કરોડનો દારૂ પોલીસે કર્યો જપ્ત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022 in Gujarat) નજીક આવી રહી છે. તો આ ચૂંટણી સમયે સૌથી વધારે તકેદારી અને સુરક્ષા પોલીસ વિભાગને રાખવાની હોય છે. ત્યારે આજે ચૂંટણીને લઈને પોલીસ નોડલ અધિકારી નરસિંહા કોમરે જણાવ્યું હતું વિધાનસભાની ચૂંટણીને લઇને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ખાસ તૈયારીઓ અને સઘન કામગીરી પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ
ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ
author img

By

Published : Nov 18, 2022, 8:22 PM IST

Updated : Nov 22, 2022, 4:08 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં (Assembly Election 2022 in Gujarat) પોલીસ વિભાગને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આજે ચૂંટણીને લઈને પોલીસ નોડલ અધિકારી નરસિંહા કોમરે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં તારીખ 03 નવેમ્બરથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ખાસ તૈયારીઓ અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ, 22 કરોડનો દારૂ પોલીસે કર્યો જપ્ત

કરોડો નો દારૂ જપ્ત ગુજરાત નશાબંધી અધિનિયમ (Gujarat Prohibition Act) 1949 અન્વયે રાજયમાં તારીખ 3 નવેમ્બર થી તારીખ 18 નવેમ્બર સુધી કુલ21,704 કેસો કરવામાં આવેલ છે. જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત કેસોમાં 17,88,070 રૂપિયાનો દેશી દારૂ 9,04,48.053 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL)તથા 13,44,98,304 રૂપિયા અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427 નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

પોલીસ સજજ Vip સુરક્ષા માટે પોલીસ સજજ પ્રથમ તબક્કાની ચૂંટણી અને બીજા તબક્કાની ચૂંટણીમાં અનેક વીવીઆઈપી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓ રાજ્યના અનેક જિલ્લાઓમાં અને શહેરી વિસ્તારમાં રોડ શો અને મોટી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા પણ સુરક્ષાની દ્રષ્ટિએ તમામ કામગીરી કરવામાં આવી છે. પોલીસ તંત્ર પણ સજ્જ છે. આમ તમામ જગ્યા ઉપર ચુસ્ત અને કડક બંદોબસ્ત રાખીને કોઈ પણ ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

અટકાયતી પગલાં રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ 1,86,850 કેસો Gujarat Prohibition Act, 1949હેઠળ 18,763 કેસો, Gujarat Police Act,1951હેઠળ 61 કેસો તથાPASA Act,1985 હેઠળ 178 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરીની માહિતી પોલીસ નોડલ અધિકારી નરસિંહા કોમરે જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 97% હથિયારો જમા લેવામાં આવેલા છે. તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. રાજ્યમાંThe Arms Act,1959 હેઠળ 51 ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.

Last Updated : Nov 22, 2022, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.