ETV Bharat / state

Illegal constructions of GIDC : ગેરકાયદે બાંધકામ થશે કાયદેસર, પણ સંખ્યા વિશે સરકાર ચૂપ - ગેરકાયદે બાંધકામ થશે કાયદેસર

ગુજરાતમાં જીઆઈડીસીમાં ગેરકાયદે બાંધકામો(Illegal constructions of GIDC) મોટો પ્રશ્ન છે. ત્યારે સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાનો (Legitimate Illegal constructions of GIDC )નિર્ણય લેવાયો છે. ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે ( Balwantsinh Rajput ) આ વિશે વિગતો આપી હતી. જોકે કેટલા ગેરકાયદે બાંધકામ તે બાબતે સરકાર ચૂપ (Gujarat Government Silence on Illegal constructions )છે.

Illegal constructions of GIDC : ગેરકાયદે બાંધકામ થશે કાયદેસર, પણ સંખ્યા વિશે સરકાર ચૂપ

author img

By

Published : Jan 12, 2023, 9:47 PM IST

50 ચો.મીથી લઈને 300 ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામના અધિકૃત કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ ઇમ્પેક્ટ ફીને લઈને નિર્ણય કરવામાં આવ્યા હતાં. ત્યારે આજે વિધાનસભાના ચૂંટણીના પરિણામ બાદ સરકાર રચાયાને 27 દિવસમાં જ જીઆઇડીસીમાં જે અનઅધિકૃત બાંધકામ થયા છે તેને અધિકૃત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર તો થશે, પણ કેટલા ગેરકાયદેસર બાંધકામ છે તે બાબતે સરકાર ચૂપ છે.

GIDCમાં બાંધકામ અધિકૃત થશે રાજ્યના ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની જીઆઇડીસીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300 ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે.

આ પણ વાંચો સરકારે માન્યું : છેલ્લાં 2 વર્ષમાં GIDCમાં 2114 ઉદ્યોગો બંધ થયાં

કેટલા ચોરસ મીટરમાં લેવાશે દર જીઆઇડીસીમાં અનધિકૃત બાંધકામ માટે નિર્ણય લેવામાં આવ્યો છે તેની વિગત જોઇએ તો 50 ચોરસ મીટર સુધી 3000 રૂપિયા, 50 થી 100 ચોરસ મીટર સુધી 3000 થી વધારાના 3000, 100 થી 200 ચોરસ ફૂટ 6000 વત્તા વધારા ના 6000 રૂપિયા, 200 ચોરસ મીટરથી વધુ 300 ચો.મી. સુધી 12,000 વત્તા ના 6000 સુધી, 300 ચો.મી.થી વધુ 18,000 વત્તા રૂપિયા 150 પ્રતિ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે દર લેવાશે.

GIDCમાં રહેણાંક મકાનો ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઈડીસીની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જીઆઈડીસીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં 220 કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ તમામને આ નીતિનો લાભ મળશે.

આ પણ વાંચો Gujarat Budget 2023 : 20 ફેબ્રુઆરીએ બજેટ સત્ર મળશે, પ્રથમ દિવસે બજેટ રજૂ થશે?

અન્ય વપરાશ માટેના બમણા દર રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે આ દર રહેણાંક માટે અમલી રહેશે. જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના 50 ટકા સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (Change of use) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના 15 ટકા તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના 30 ટકાના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-2017ના D-9 વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી 50 ટકા વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે 33 ટકા વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

4 માસમાં કરવાની રહેશે અરજી આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક (hazardous /obnoxious) ઉદ્યોગોને લાગુ પડશે નહીં તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયેથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1962 માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યારસુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જીઆઈડીસીનો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનીયરીંગ, ટેક્સટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પૂરૂં પાડશે.

આ પણ વાંચો ઉદ્યોગો માટે સરકારની નવી પૉલિસી, 12.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 15 લાખ રોજગાર ઊભા થશે

અનેક વખત કરવામાં આવી હતી રજૂઆત GCCI ના પ્રમુખ પથિક પટવારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં ભૂતકાળમાં અનેકો વખત ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવતું હતું અને દંડ પણ ફટકારવામાં આવતો હતો. ત્યારે સરકાર દ્વારા આજે gidc માં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવાની જાહેરાત કરી છે. જ્યારે GIDC માં પ્લોટ માલિકે જમીનમાં જે પરવાનગી હતી તેના કરતા વધારે બાંધકામ થઈ ગયા છે. તેવા બાંધકામોને સરકાર દ્વારા અધિકૃત કરવાની મંજૂરી આપવામાં આવશે. આમ ઇલીગલ ઈંપેક્ટ ફી ભરીને લીગલ થઈ જશે. જેથી ઉદ્યોગકારોને ખૂબ મોટો ફાયદો થશે. જ્યારે આ નિર્ણયથી ઉદ્યોગકારોને ફાઇનાન્સ લેવા સરળ થઈ જશે. નવા ઉદ્યોગ આગળ વધવાથી દેશને લાભ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.