ETV Bharat / state

પાણી ચોરી મુદ્દે વિધાનસભામાં કાયદો પસાર, સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે કર્યું વૉકઆઉટ

ગાંધીનગરઃ શુક્રવારે વિધાનસભા ગૃહમાં પાણી નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં અમુક જગ્યાએ કેનાલમાંથી કેટલાક લોકો અનઅધિકૃત રીતે પાણીની ચોરી કરે છે. તેમના માટે જેલની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

author img

By

Published : Jul 26, 2019, 9:05 PM IST

Updated : Jul 27, 2019, 1:09 PM IST

વિધાનસભા

આ વિધેયકમાં પાણીની વિતરણ વ્યવસ્થાને સુરક્ષિત કરવાના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે કે, અનઅધિકૃત રીતે પાણી મેળવશે તે વ્યકિત કાયદા મુજબ સજાને પાત્ર રહેશે. આ સજાની જોગવાઇથી લોકો આવી અનઅધિકૃત પ્રવૃતિઓ કરતા અટકશે. આ એક્ટ અન્વયે વૉટર ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી દ્વારા પાણીના અનઅધિકૃત જોડાણ, ઉપયોગ, દંડ, થયેલા નુકસાનની ભરપાઈ અને પાણીના સ્ત્રોતને આરક્ષિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

પાણી ચોરી મુદ્દે વિધાનસભામાં કાયદો પસાર, સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે કર્યું વૉકઆઉટ

સરકારનું કહેવું છે કે, આ વિધેયક દ્વારા ઘર વપરાશમાં થતાં પાણીના બગાડ પર રોક લાગશે અને ખરા અર્થમાં પીવાનું પાણી સમાન વિતરણ વડે લોકો સુધી શુદ્ધ અને નિયમિત રીતે પહોંચશે. જે રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે. આ વિધેયકમાં સ્થાનિક સત્તા મંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરાયેલ એજન્સી દ્વારા તેમના સંલગ્ન અધિકારક્ષેત્રમાં આવતી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિધેયકમાં પાણી વપરાશ જવાબદારી પૂર્વક થાય તે માટે સ્ત્રોત ઉપર મીટરિંગ, સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થાલ માટે ઑડિટિંગની પણ જોગવાઈ કરાઈ છે. આ દરેક પ્રકારની જોગવાઇથી જાહેર પાણી વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલા પાણીનો ચોક્કસ હિસાબ મળશે જેથી વિતરણની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વિધેયકની કલમ 10માં પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાનદાયક પ્રવૃતિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જોગવાઇઓનો ભંગ કરનારાને જેલની સજા અથવા દંડ અથવા બંનેની સજા થઇ શકે છે.

વિધેયકમાં જોગવાઈઓ આ પ્રમાણેઃ

  • ગંભીર પ્રકારના ગુના જેવા કે, પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન, પાણીને નાશ કરવું, પાણીના પ્રવાહને ખોરવવો, આ બધા માટે 3 માસથી 2 વર્ષ સુધીની જેલની સજા અથવા 20 હજાર થી 1 લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજાની જોગવાઇ કરવામાં આવી છે.
  • અનઅધિકૃત રીતે પાણીનું જોડાણ મેળવવું, મંજુર થયેલા જથ્થા કરતા વધુ પાણી લેવું, વ્યવસ્થામાં ચેડા કરીને પાણી મેળવવા માટે 3 હજારથી 5 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
  • ગુનાઓમાં મદદગારી માટે જે તે ગુનાઓની સજા જેટલી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
  • આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા અધિકારી કે, કર્મચારીઓને જે તે ગુનાની સજાની બે ગણી સજાની જોગવાઇ કરવામાં આવી છે.

આ વિધેયકથી ઓથોરીટી દ્વારા અધિકૃત કરેલ અધિકારી કોઇપણ સ્થળે અનઅધિકૃત રીતે પાણીનો ઉપાડ થતો હોય તેવું જણાય ત્યારે તમામ જગ્યાઓ પર તપાસ કરી શકશે. તદ્દઉપરાંત આ વિધેયકમાં માલ-સમાનની જપ્તી કરી શકે તેવી છે. આ નુકસાનની રક્મનું મુલ્યાંકન કરી ગુનો કરનારા પાસેથી તે રકમ વસુલ કરવા માટે હુકુમ કરવાની તથા આવી કાર્યવાહીના સંદર્ભમાં અપિલ કરવાની પણ જોગવાઇ છે.

Intro:અછતગ્રસ્ત વિસ્તારની પાણીની જરૂરિયાતને અનુલક્ષીને સરકારે રાજ્ય વ્યાપી વૉટર ગ્રીડનું આયોજન અને અમલીકરણ કરેલ છે. મધ્ય ગુજરાતમાં આવેલા ડેમમાંથી પાણી ઉપાડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારમાં પહોંચાડવામા આવી રહ્યુ છે. સરકાર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે પણ અમુક જગ્યાએ કેનાલમાં કેટલાક અનઅધિકૃત રીતે પાણી ની ચોરી કરે છે.જેને લઈને આજે વિધાનસભા ગૃહમાં પાણી નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં જેલ ની સજા અને દંડનિય જોગવાઈ કરવામાં આવી છે.Body:આ વિધેયક દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને સુરક્ષિત કરવા માટેના તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ કે જેના દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે કે અનઅધિકૃત રીતે પાણી મેળવવામાં આવે તે વ્યકિત આ કાયદા મુજબ સજાને પાત્ર રહેશે. સજાની જોગવાઇથી લોકો આવી અનઅધિકૃત પ્રવૃતિઓ કરતા અટકશે. આ એક્ટ અન્વયે વૉટર ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી દ્વારા પાણીના અનઅધિકૃત જોડાણ અને ઉપયોગ અન્વયે દંડ અને થયેલ નુકસાનની ભરપાઈની જોગવાઈ કરવામાં આવેલ છે. સાથે સાથે આ એક્ટમાં પાણીના સ્ત્રોતને આરક્ષિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. આ વિધેયક દ્વારા પાણીના ઘર વપરાશ બાબતે થઇ રહેલ અનઅધિકૃત પ્રવૃતિઓ પર રોક લાગશે અને ખરા અર્થમાં પીવાના પાણીના સમાન વિતરણ વડે લોકો શુદ્ધ અને પૂરતું પાણી નિયમિત રીતે મેળવી શકશે જે રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે.

આ વિધેયકમાં નીચે મુજબની મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ વિધેયક હેઠળ કરેલ જોગવાઈ મુજબ, સ્થાનિક સત્તા મંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ તેમજ રાજ્ય સરકાર ધ્વારા અધિકૃત કરાયેલ એજન્સી દ્વારા તેમના સંલગ્ન અધિકારક્ષેત્રમાં આવતી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાનું સમાવેશ કરવામાં આવેલ છે. સ્થાનિક સત્તામંડળોનો સત્તાધિકાર તેમની સ્થાનિક લિમિટ સુધી જયારે બોર્ડ અને GWIL ને સંપૂર્ણ રાજ્યમાં આવી વ્યવસ્થા કરવાની સત્તા મળે છે.
આ વિધેયકમાં પાણી વપરાશ જવાબદારી પૂર્વક થાય તે માટે સ્ત્રોત ઉપર મીટરિંગ તેમજ સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થાની ઑડિટિંગની જોગવાઈ પણ રાખવામાં આવેલ છે. આ જોગવાઇથી દરેક જાહેર પાણી વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ પાણીના ચોક્કસ હિસાબ થવાથી પાણી વિતરણની કાર્યક્ષમતામાં સુધારો થશે. વિધેયકની કલમ 10 માં એવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે કે જે પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન દાયક છે અથવા પાણીચોરીને લગતું છે. આવી જોગવાઇઓનો કોઇ ભંગ કરે તો તેના માટે જેલની સજા અથવા દંડ, અથવા બંન્નેની સજા થઇ શકે તેવી જોગવાઇઓ કરવામાં આવી છે.અલગ-અલગ પધ્ધતિ અને હેતુ માટેની અલગ-અલગ પ્રમાણમાં જેલની સજા-જોગવાઇઓના ભંગ માટે સજા અને દંડની રકમની જોગવાઈઓ આ વિધેયકમાં કરવામાં આવી છે. આવી જોગવાઈઓ ટૂંકમાં નીચે મુજબ છે.
•         ગંભીર પ્રકારના ગુના જેવા કે પાણી વિતરણ વ્યવસ્થાને નુકશાન, નાશ કરવુ, પાણીના પ્રવાહને ખોરવવો કે અવરોધવો માટે ૦૩ માસથી ૦૨ વર્ષ સુધીની જેલની સજા અથવા રૂપિયા ૨૦ હજારથી રૂપિયા ૧ લાખ સુધીના દંડની કે બન્ને સજાની જોગવાઇ કરવામાં આવેલ છે.
•         અનઅધિકૃત રીતે પાણીનું જોડાણ મેળવવું, મંજુર થયેલ જથ્થા કરતા વધુ પાણી, વ્યવસ્થામાં ચેડા કરીને મેળવવા માટે રૂપિયા ૩૦૦૦ થી રૂપિયા ૫૦૦૦ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે.
•         ગુનાઓમાં મદદગારી માટે જે તે ગુનાઓની સજા જેટલી સજાની જોગવાઇ કરવામાં આવેલ છે.
•         આવા ગુનામાં સંડોવાયેલ અધિકારી કે કર્મચારીઓને જે તે ગુનાની સજાની બે ગણી સજાની જોગવાઇ કરવામાં આવેલ છે.
         
રાજ્ય સરકારે આવા ગુના માટે નક્કી કરેલ રકમ લઇને ગુનો માંડવાળ કરવાની પણ જોગવાઇ કરેલ છે. Conclusion:વિધેયકથી ઓથોરીટી દ્વારા અધિકૃત કરેલ અધિકારી કોઇપણ સ્થળ કે જ્યાં પાણીની વિતરણ વ્યવસ્થા હોય ત્યાં સોર્સમાંથી અનઅધિકૃત રીતે પાણીનો ઉપાડ થતો હોય તેવુ જણાય ત્યારે તેવી તમામ જગ્યાએ સ્થળ તપાસ કરી શકશે. તદ્દઉપરાંત, આ વિધેયકમાં માલસમાનની જપ્તી કરી શકે તેવી જોગવાઇ પણ કરવામાં આવેલ છે. નુકશાનની રક્મનું મૂલ્યાંકન કરી ગુનો કરનાર પાસેથી તે રકમ વસુલ કરવા માટે હુકુમ કરવાની તથા આવી કાર્યવાહીના સંદર્ભમાં અપીલ કરવાની જોગવાઇ છે
Last Updated : Jul 27, 2019, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.