ખેડૂત ખાતેદારોને જમીન વેંચાણ અંગેની માહિતી ઓનલાઇન મળી રહે જે અંગે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ કર્યો હતો. અને જણાવ્યુ હતું કે "આજના જમાનામાં ખેડૂતો હજુ પણ અંગૂઠા છાપ છે. જ્યારે તેઓને મેસેજમાં ખબર પડતી નથી તો તેઓને ઈ-મેલમાં કઈ રીતે ખબર પડશે. તેથી બીજી પણ કોઈ સુવિધા ઊભી કરવી પડે" ત્યારે વિધાનસભા અધ્યક્ષે પણ પરેશ ધાનાણીને વાતને સમર્થન આપ્યું હતું અને સરકાર આ બાબતે ચર્ચા વિચારણા કરે તે અંગેનું પણ સૂચન આપ્યું હતું.
વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પાસ થયેલા હક પત્રક ફેરફાર અંગેની નોંધ 30 દિવસની સમયમર્યાદામાં હિત ધરાવતા પક્ષકાર દ્વારા વાંધો રજૂ ન થાય તે સંબંધિત નોંધ અંગે નિર્ણય લેવા પડે છે. આમ, કલમ 135 ડી નોટીસ બજાવવાની પ્રક્રિયા તથા 30 દિવસના સમયગાળો અગત્યનો પરિબળ રહે છે.
જેથી, ઓનલાઇન વેંચાણ તેમજ હાલ મહેસૂલ વિભાગ દ્વારા ઘણી કાર્યપદ્ધતિઓ જેવી કે તેને પ્રીમિયમ વારસાઇ નોંધ તથા દસ્તાવેજની નોંધણી વગેરે પદ્ધતિ ઓનલાઈન કરવામાં આવી હોવાથી સિસ્ટમથી થતા SMS કે E-MAIL દ્વારા આ અંગે કાયદામાં જાહેરનામા દ્વારા સુધારો કરવા કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાગૃહમાં વિધેયક રજૂ કરેલ હતું. જેના પર ચર્ચા કર્યા બાદ વિધાનસભાગૃહમાં સર્વસંમતિથી સુધારા વિધેયક પાસ થયું હતું.