ETV Bharat / state

Vibrant Gujarat Vibrant Kutch : કચ્છ જિલ્લો બન્યો નિકાસમાં નંબર 1, હાલમાં 1.4 લાખ કરોડથી વધુના રોકાણ કાર્યરત - કચ્છનું હેન્ડીક્રાફ્ટ ક્ષેત્ર

ગુજરાતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં અંતર્ગત હાલ રાજ્યભરમાં વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રુ. 3370 કરોડના 139 MoU થયા હતા.

Vibrant Gujarat Vibrant Kutch
Vibrant Gujarat Vibrant Kutch
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 3:34 PM IST

ગાંધીનગર : આગામી વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે હાલ રાજ્યભરમાં વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. 10 ઓક્ટોબર, 2023 ના રોજ કચ્છ જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ઉપરાંત કાર્યક્રમ દરમિયાન રુ. 3370 કરોડના 139 MoU થયા હતા.

વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમ : ગુજરાતનો કચ્છ જિલ્લામાં અનેક પ્રકારના ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના કારણે છેલ્લા 20 વર્ષોમાં કચ્છ જિલ્લાએ કરોડોના રોકાણોને આકર્ષિત કર્યા છે. 26 જાન્યુઆરી, 2001 ના રોજ આવેલા ભયાનક ભૂકંપે કચ્છમાં વિનાશ મચાવ્યો હતો. તે સમયે ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લા અને ત્યાં વસતા લોકોના ઉત્થાન માટે સક્રિય પ્રયાસો શરૂ કર્યા હતા. બાદમાં કચ્છના વિકાસ માટે વિવિધ પહેલ અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી અને કચ્છનો આર્થિક કાયાકલ્પ થવાની શરૂઆત થઈ હતી. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી છે.

ઉદ્યોગોનું હબ-કચ્છ : આજે અનેક ઔદ્યોગિક એકમો થકી સમગ્ર દેશ સમક્ષ એક નવું કચ્છ આકાર પામ્યું છે. ભૂકંપ પહેલાં કચ્છમાં માત્ર રુ. 2500 કરોડના રોકાણ હતા. જેની સામે આજે કચ્છ જિલ્લામાં રુ. 1,40,000 કરોડથી પણ વધુના રોકાણો કાર્યરત છે. ઉપરાંત દર વર્ષે જિલ્લામાં વધુને વધુ રોકાણો આવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં સ્થાપિત ઉદ્યોગો હાલ 3.5 લાખથી વધુ કામદારોને રોજગાર પુરો પાડી રહ્યા છે.

નિકાસમાં નંબર 1 : કચ્છ જિલ્લાના પશ્ચિમ ખૂણામાં વિશ્વના સૌથી મોટા સિમેન્ટ પ્લાન્ટમાં એક એવા અલ્ટ્રાટેક સિમેન્ટ અને સાંઘી સિમેન્ટના પ્લાન્ટ્સ આવેલા છે. કચ્છ જિલ્લો સબમર્જ્ડ આર્ક વેલ્ડીંગ પાઇપ ઉત્પાદન માટેની ક્ષમતાની દૃષ્ટિએ વિશ્વનું બીજું સૌથી મોટું હબ છે. વેલસ્પન કોર્પ લિમિટેડ, જિંદાલ સો લિમિટેડ, રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ વગેરે જેવા મોટા પાયાના એકમો કચ્છમાં સ્થિત છે. કચ્છમાં મુખ્યત્વે પશ્ચિમી દેશોમાં નિકાસ કરતો વેલસ્પન ઇન્ડિયા લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે, જે વિશ્વનો બીજો સૌથી મોટો ટેક્સટાઈલ પ્લાન્ટ છે. કચ્છના ભુજ ખાતે BKT નું વિશાળ કૃષિ અને ઔદ્યોગિક ટાયર બનાવતું યુનિટ આવેલું છે.

કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન : કચ્છ જિલ્લામાં દેશની નિકાસને વેગ આપતા બે મહત્વના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) કાર્યરત છે. કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (KASEZ) એશિયામાં પહેલું અને ભારતમાં મુખ્ય મલ્ટી-પ્રોડક્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંનું એક છે. KASEZ ની ભૌતિક નિકાસ નાણાકીય વર્ષ 1996-97 માં રુ. 7 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2021-22 માં રુ. 9172 કરોડ થઈ છે. હાલમાં KASEZ માં 316 ઓપરેશનલ એકમો છે, જેમાં દેશના લગભગ 10 % કાર્યકારી SEZ છે. એકલું KASEZ 28,000 લોકો માટે સીધી રોજગારીનું સર્જન કરે છે અને આખા ભારતમાં SEZ માંથી લગભગ 30% નિકાસ KASEZ કરે છે.

મુન્દ્રા SEZ : કચ્છના મુંદ્રા ખાતે સ્થિત અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ ભારતનું સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ પોર્ટ આધારિત SEZ છે, જેમાં હાલ 67 એકમો કાર્યરત છે. નાણાકીય વર્ષ 2021-22 માં 150.24 મેટ્રિક ટન (MT) કાર્ગો હેન્ડલ કરીને ભારતના કોઈપણ પોર્ટ પર કાર્ગો હેન્ડલ કરવામાં મુન્દ્રા પોર્ટ પ્રથમ સ્થાને છે. કંડલા અને મુન્દ્રા બંદર મળીને આજે દેશના કુલ કાર્ગોમાંથી આશરે 30 ટકા કાર્ગો હેન્ડલ કરે છે.

મીઠાના ઉત્પાદન મામલે અવ્વલ : ઔદ્યોગિક તેમજ ખાવામાં વપરાશ માટે દેશમાં ઉત્પાદિત કુલ મીઠાના 30 ટકા જેટલું એટલે કે અંદાજે 200 લાખ મેટ્રિક ટન વાર્ષિક મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. કચ્છ જિલ્લામાં 3 0થી વધુ ખાવા યોગ્ય મીઠાની રિફાઇનરીઓ આવેલી છે, જે ફ્રી-ફ્લો આયોડાઇઝ્ડ મીઠું બનાવે છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં વાર્ષિક અંદાજે 37,000 મેટ્રિક ટન બ્રોમીનનું ઉત્પાદન કરતા એકમો આવેલ છે. કચ્છ જિલ્લામાં આવેલી અદાણી વિલ્માર, કારગિલ, બંજ વગેરે જેવી ખાદ્ય તેલની રિફાઇનરીઓ ખાદ્ય તેલનું પ્રોસેસિંગ કરે છે. જિલ્લામાં સ્પોન્જ આયર્ન, TMT બાર, ઇંગોટ્સ અને અન્ય સ્ટીલ ઉત્પાદનોનું ઉત્પાદન કરતા ઘણા સ્ટીલ પ્લાન્ટ છે. વધુમાં જિલ્લામાં બેન્ટોનાઈટ અને બ્લીચિંગ માટીના ઉત્પાદકો પણ આવેલા છે.

કચ્છનું હેન્ડીક્રાફ્ટ ક્ષેત્ર : કચ્છ જિલ્લો સમગ્ર દેશમાં તેની અદ્ભુત કલાકૃતિઓ માટે જાણીતો છે. કચ્છની લગભગ 20 કલાઓ આઇડેન્ટિફાઇડ કલાઓ છે. ઉપરાંત હાલ કચ્છની શાલ અને કચ્છ એમ્બ્રોઇડરી GI ટેગથી નોંધાયેલી છે. કચ્છમાં દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી એમ 4 મહિના માટે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે જે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેના કારણે કચ્છના પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે. પ્રવાસનને વેગ મળવાથી કચ્છના હેન્ડિક્રાફ્ટ સ્થાનિક કલાકારોને વિશાળ બજાર અને આર્થિક લાભ મળી રહ્યા છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં નોંધાયેલા કારીગરોની સંખ્યામાં સતત વધારો થયો છે. હાલમાં જિલ્લામાં 25,000 થી વધુ નોંધાયેલા કારીગરો છે. કેન્દ્ર સરકારની એક જિલ્લા, એક ઉત્પાદન (ODOP) યોજના હેઠળ આ ક્ષેત્રને ઔપચારિક બનાવવા અને નિકાસને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  1. Gandhinagar News : વાઈબ્રન્ટ સમિટથી કેટલો થયો ફાયદો? કેટલા એમઓયુ સફળ અને કેટલા નિષ્ફળ એ જાણવા માટે વાંચો આ વિશેષ અહેવાલ
  2. Vibrant Gujarat 2024 : મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલ કરશે વિવિધ દેશના કોન્સ્યુલેટ અને ઉદ્યોગકારો સાથે બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.