ગાંધીનગરઃ કોર્પોરેશન વિસ્તારમાં શનિવારના રોજ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ કુપોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા એક નાની શોર્ટ ફિલ્મ દર્શાવી હતી જેમાં બાળકના જન્મથી બે વર્ષનું થાય ત્યાં સુધી કઈ જ પ્રકારના ધ્યાન રાખવું પડે તે તમામની વિગતો દર્શાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે. ત્યારે તમામ જગ્યા ઉપર આ શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યમાં આવેલ આંગણવાડીની બહેનોને પણ ખાસ પ્રકારની તાલીમ આપીને રાજ્ય સરકાર દ્વારા કુપોષણનો આંક વધુમાં વધુ ઓછો થાય તે માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે.
ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યત્વે રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પટેલ ગાંધીનગરના કલેક્ટર કુલદિપ આવ્યા સહિતના પદાધિકારીઓએ હાજર રહ્યા હતા. આ સાથે જ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા સ્પર્ધાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બનેલા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.