ચન્દ્રિકા કાનજીભાઇ ચુડાસમાની પ્રોફાઇલ
સૌરાષ્ટ્રની કેશોદ વિધાનસભામાં મતદાર તરીકે નોંધાયેલા છે. એક પણ પોલીસ કેસ નથી. ઉમેદવારી વખતે ચન્દ્રિકાબેનના હાથ પર કુલ 20,000 રૂપિયાની રોકડ અને તેમના પતિના હાથ પર 42,000 રૂપિયા રોકડ હતી. ગાંઘીનગરની SBI બેંકમાં 17,336 રૂપિયા, માંગરોળની એસબીઆઇમાં 15,382 રૂપિયા, બેંક ઓફ બરોડાની માંગરોળ શાખામાં 16,516 રૂપિયા, દેના બેંક માંગરોળ શાખામાં 6000 રોકડ દર્શાવવામાં આવી છે. એક સ્વિફ્ટ ડિઝાયર કાર વર્ષ 2014માં ખરીદેલી છે. જેની કિંમત રૂપિયા 5,50,000 છે,150 ગ્રામ સોનાના ઘરેણા બજાર કિંમત- 5,10,000, એક કિલો સોનુ બજાર કિંમત 39,000, શીલ ગામે ભાગીદારીમાં 40,00,000 રૂપિયાની જમીન, ગાંધીનગરમાં સેક્ટર-1માં 3504 ચોરસ ફુટનો એક પ્લોટ જેની બજાર કિંમત 90,00,000. આમ એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે ચન્દ્રિકા ચુડાસમા પાસે કુલ 1.30 કરોડની માલ મિલકત તથા તેમના પતિ ડો. કાનજીભાઇ ચુડાસમા પાસે કુલ 1.05 કરોડની સંપત્તિ એફિડેવિટમાં જાહેર કરાઇ છે.
ગૌરવ હેમંત પંડયાની પ્રોફાઇલ
ગૌરવ હેમંત પંડયા વલસાડ વિઘાનસભામાં મતદાર તરીકે નોધાયેલા છે. નાણાકીય વર્ષ 2017-18માં રૂપિયા 8,81,906 રૂપિયાની આવક દર્શાવી છે. વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર નોંધાઇ છે. આઇપીસી ધારા 186,188 અને 144 મુજબ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. હાથ પર રોકડ-70,000, પત્નીના હાથ પર રોકડ 50,000, બેંક ઓફ બરોડાની વલાસડ બ્રાન્ચમાં 6839.60 બેલેન્સ, પત્નીના ખાતામાં 31,25,354.95, એચડીએફસી તીથલ રોડ બ્રાન્ચમાં 62,506 પત્નીના નામે એફડી 30,000, આઇસીઆઇસીઆઇ વલસાડ બ્રાન્ચમાં સેવિંગ એકાઉન્ટમાં કુલ 23,99,227.47 બેલેન્સ છે. તેમજ આઇસીઆઇસીઆઇ વલસાડ બ્રાન્ચમાં કરંટ ખાતામાં 1,19,459.54 બેલેન્સ, પંજાબ નેશનલ બેંક વાપીમાં રૂપિયા 4091 બેલેન્સ, એસબીપીપી બેંકમાં 2738.10 બેલેન્સ,એચડીએફસી બેંકમાં રૂપિયા 2,47,119.25ની ફિક્સ ડિપોઝીટ, આઇડીબીઆઇ બેંકના 240 શેર, જેની કિંમત રૂપિયા 8256, રીલાયન્સ ઇન્ડ. લિં.ના 7 શેર જેની કિંમત રૂપિયા 8836.8, યુનિયન બેંકના 150 શેર જેની કિંમત રૂપિયા 11,295 છે. આ ઉપરાંત, તેઓ અન્ય 10 કંપનીઓના શેરધારક છે. જ્યારે પોતાની પાસે 50 ગ્રામ સોનુ, પત્ની પાસે 502.30 ગ્રામ સોનુ જેની કુલ કિંમત 18,36,200, વલસાડના તીથલમાં પોતાના નામે એક મકાન પત્નીના નામે મુંબઇના અંધેરી વિસ્તારમાં એક ફ્લેટ, તીથલમાં 2 બંગલા છે. જેની કુલ કિંમત વર્તમાન સમયમાં 15.60 કરોડની આસપાસ છે. જ્યારે કુલ 5.57 કરોડની બેંક લોન છે.