સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મહેસાણા જિલ્લાના શેડફા ગામે રહેતાં બીજલભાઈ ખોડાભાઈ રબારી કડીના આંબલીયારા પાસે જૂની કાર લે-વેચનો વેપાર કરે છે. તેમનો 25 વર્ષીય પુત્ર બીજલ પણ તેમની સાથે કામ કરે છે. બીજલ ગુરૂવારે સવારે નવ વાગ્યાના સુમારે ગાડી લઈને અમદાવાદ જવા રવાના થયો હતો, ત્યારે તેનું અપહરણ થયું હતું. જોકે, અપહરણ કયા કારણોથી થયું છે. તે હજું સુધી સ્પષ્ટ થયું નથી. પોણા દસ વાગ્યે તેણે પિતાને ફોન કરીને કહ્યું હતું કે ‘પપ્પા હું થોળથી ડાભલા ચોકડી તરફ ગાડી લઈ જતો હતો. ત્યારે એક સફેદ કલરની વેગનઆર ગાડી મારી ગાડીનો ઓવરટેક કર્યો હતો. જેમાંથી ત્રણ માણસો ઉતર્યા હતા અને આવીને અમે પોલીસમાં છીએ તને તપાસમાં લઈ જવાનો છે. કહીં નાની બંદુક જેવું હથિયાર બતાવી પોતાની ગાડીમાં બેસાડી કડી ખાતે જવાનું કીધું છે.’ પુત્રના ફોનને લઈને પિતા એ તરફ નીકળ્યા તો ડાભલા ચોકડી પાસે પુત્ર લઈ નીકળ્યો હતો. તે કાર મળી હતી. જેથી પિતાએ તાત્કાલિક 100 નંબર પર પોલીસે જાણ કરી હતી. આ પછી પાછો અપહરણકારોએ બીજલ સાથે પિતાને ફોન કરાવ્યો હતો. જેમાં બીજલે કહ્યું હતું કે, ત્રણમાંથી એક માણસ પાસે છરો છે, આ લોકો મને ગાડીમાં ગડા પાટુનો માર મારે છે અને સરખેજ તરફ લઈ જાય છે.’ આટલું બોલી ફોન કટ થઈ ગયો હતો.
અપહરણકારોએ બીજલ પાસે સતત ફોન કરાવી પિતાને વૈષ્ણોદેવી, શેરથા, ઉવારસદ, સરઢવ, નારદીપુર જેવા લોકેશન બતાવ્યા હતા. જેથી યુવકના પિતા અને તેના સગા સંબંધીઓ સતત ચારે દીશામાં ફરતા રહ્યાં હતા, સાથે પોલીસ પણ દોડતી રહી હતી. બીજલનું અપહરણ કરનારા શખ્સોને પિતા બીજલભાઈને આખો દિવસ ફોન કરાવ્યા હતા. જોકે, તેઓએ અપહરણનું કારણ કે, પૈસા જેવી કોઈ માગણી કરી નથી. જેથી હાલતો સાંતેજ પોલીસઆ દિશામાં તપાસ ચલાવી રહ્યું છે.