ઉમેદવારી નોંધાવનાર દિપક ગંગારામ કાટકાંડુએ કહ્યું કે, ગુજરાતમાંથી લોકસભામાં વિજય બનનાર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની રાજ્યસભાની બેઠક ખાલી થતાં મેં ઉમેદવારી કરી છે. કર્ણાટકના વિજયનગર જિલ્લાનો રહેવાસી છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ છુ. હું મારુ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો પણ નથી. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી હાલ સુધી ત્રણ ફોર્મ ભરાયા છે. આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં પણ હજૂ સુધી કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા નથી.
કર્ણાટક ભાજપના કાર્યકરે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભર્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર મંગળવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. ભારતીય જનતા પાર્ટીમાંથી અંતિમ દિવસે બે ફોર્મ ભરાયા છે. જેમાં એક એસ. જયશંકર અને બીજા ઉમેદવાર તરીકે જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યું હતું. પરંતુ 20 તારીખના રોજ કર્ણાટક રાજ્યના વિજયપુર જિલ્લામાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું છે.