ગાંધીનગરઃ પાટડી દસાડાના કોંગ્રેસ ધારાસભ્ય નવસાદ સોલંકી દ્વારા એસ.ટી એસ.ટી સપ્લાયના રૂપિયા માત્ર જે તે સમાજ પાછળ જ ખર્ચવા જોઈએ તેને લઈને બીલ રજૂ કરવામાં આવશે.
મેવાણીએ કહ્યું કે, સરકાર દ્વારા એસ.સી એસ.ટીની આવતી ગ્રાન્ટનો દૂરઉપયોગ કરવામાં આવતો હોય છે. અગાઉ એસ.સી એસ.ટી સપ્લાયના નાણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની ડૉક્યુમેન્ટરી બનાવવા માટે વાપરવામાં આવ્યાં હતાં. જેની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રચાર-પ્રસાર માટે પણ આ નાણાંનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
મેવાણીએ કહ્યું કે, રાજ્યમાં SC-ST સમુદાયની 22 ટકા જેટલી વસ્તી છે, ત્યારે એસ.ટી-એસ.ટી સમાજના વિદ્યાર્થીઓ પાછળ નાણાં ખર્ચવા જોઈએ. ભાજપ સરકાર પોતાના પ્રચાર-પ્રસાર માટે આ નાણાંનો ઉપયોગ કરી રહ્યો છે, ત્યારે નવસાદ સોલંકી આ બિલ રજૂ કરશે. જો આ બિલમાં ભાજપ સરકાર અને તેના ધારાસભ્યો સમર્થન નહીં કરે તો આગામી વિધાનસભાના પ્રથમ દિવસે ઉના જેવું રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.