તબલીઘી જમાતનો આતંકઃ રાજ્યમાં એક જ દિવસમાં 16 કેસ, 13 મુસ્લિમ, આંકડો પહોંચ્યો 144 પર - એક જ દિવસમાં 16 કેસ
રાજ્યમાં કોરોનાની સંખ્યા સતત વધી રહી છે. ગઇકાલે રવિવારે છેલ્લા 24 કલાકમાં 20 કેસ એકસાથે વધ્યા હતા. ત્યારે આજે બીજા દિવસે છેલ્લા 12 કલાકમાં 16 કેસમાં વધારો થયો છે જેમા 11 કેસ અમદાવાદના છે. જેમાં 13 મુસ્લિમ સમાજના દર્દીઓનો સમાવેશ થાય છે. નિઝામુદ્દીન બરકતમાંથી આવેલા મુસ્લિમો હવે રાજ્ય અને લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હોય તેવું સામે આવી રહ્યુ છે. જ્યારે સમગ્ર રાજ્યનો આંકડો 144 ઉપર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ તંત્ર અને રાજ્યના લોકો માટે એક મુસીબત એ પણ છે કે જે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તે તમામ મુસ્લિમ સમાજના દર્દીઓ સામે આવી રહ્યા છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાંથી આવેલા મુસ્લિમો કોરોના વાયરસનો ભોગ બની રહ્યા છે. અમદાવાદના 11 લોકો મુસ્લિમ સમાજના પોઝિટિવ છે. આ લોકોમાં 3 નિઝામુદ્દીન કનેક્શન ધરાવે છે, જ્યારે 6 લોકો રાજસ્થાનથી આવેલા છે, તો અન્ય બે લોકો લોકલ સંક્રમણના કારણે ભોગ બન્યા છે. જે સોલા, આંબાવાડી નરોડા સહિતના અલગ અલગ વિસ્તારનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા આવા તમામ લોકોને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ કેટલા લોકો નિઝામુદ્દીન મરકજમાં ગયા હતા, તેનો કોઈ ચોક્કસ આંકડો સામે આવતો નથી. બીજી તરફ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મીડિયા સામે જરૂરી માહિતી પૂરી પાડતા નથી. જેને લઇને રાજ્યના નાગરિકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે.
જયંતિ રવિ દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને આહવાન કરવામાં આવ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે કામગીરી કરે. બીજી તરફ આ મહામારી થી બચવા માટે હવે રાજ્યના લોકો એ જ જાગૃત થવું પડશે જો નાગરિકો ઘરે નહી રહે તો તેઓ પણ આ રોગનો શિકાર બની શકે છે.