વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જૈવિક દવાઓ અન્ય દવાઓ કરતાં સારી અને સસ્તી પડે છે. જ્યારે આ દવાના કારણે લોકોનું જે આર્થિક રીતે તો જ હોય છે તે આ દવાના કારણે આર્થિક બોજ પણ પડતો નથી ખાનગી કંપનીઓ દ્વારા જે દવા બનાવવામાં આવે છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મદદથી આ દવાઓ ખાનગી કંપનીની દવા લેતા હોય છે. જે દવાનું બિલ 2000ની આસપાસ બનતું હોય છે. તે જ રીતે તે જ જેનેરિક દવાનું બિલ 500ની આસપાસ બનતું હોય છે. જે જેનરિક દવાઓ લોકો માટે સારી અને સસ્તી પણ બની છે અને લોકોને ખૂબ ઉપયોગી પણ નીવડે છે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો ન હોવાનું નિવેદન પણ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં જ હવે કોરોના વાયરસ અંગેની લેબોરેટરી પણ શરૂ કરવામાં આવી છે. જેથી રિપોર્ટ માટે વધુ દિવસની રાહ જોવી નહીં પડે.