ETV Bharat / state

Defense Expo 2022 : અંતિમ સમયે ડિફેન્સ એક્સપો રદ, તોપ અને એરફોર્સના જેટ પણ ગોઠવાઈ ગયા હતા - Planning of Defense Expo 2020

જાન્યુઆરીએ ગુજરાત સરકારે વાઇબ્રન્ટ (Gandhinagar Helipad Ground) સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે ફરી કેન્દ્ર સરકારે હવે 6 દિવસ પહેલા ડિફેન્સ એક્સપો 2022 મોકૂફ (Defense Expo 2022) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ ટૂંક સમયમાં નવી તારીખો પણ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા જાહેર કરવામાં આવશે.

Defense Expo 2022 : અંતિમ સમયે ડિફેન્સ એક્સપો રદ, તોપ અને એરફોર્સના જેટ પણ ગોઠવાઈ ગયા હતા

author img

By

Published : Mar 5, 2022, 8:07 AM IST

ગાંધીનગર : ડિફેન્સ મિનિસ્ટર ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ (Gandhinagar Helipad Ground) ખાતે 10 માર્ચથી 14 માર્ચ વચ્ચે ડિફેન્સ એક્સપોનું આયોજન કર્યું હતું. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મહત્વની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હતી. આ સાથે જ ગાંધીનગર રામકથા મેદાન પર પણ મોટા ટેન્ટ બાંધીને તૈયાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીન સેક્સ 2022નું ઉદ્ઘાટન કરવાના હતા. ત્યારે ડિફેન્સ દ્વારા અનેક વખત સચિવાલયના હેલીપેડથી હેલીપેડ ગ્રાઉન્ડ સુધી ઘેરી અસર પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ડિફેન્સ એક્સપો મોકૂફ (Defense Expo 2022) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમામ તૈયારીઓ હતી પૂર્ણતાને આરે

મહત્વની વાત કરવામાં આવે તો ડિફેન્સ દ્વારા રામકથા મેદાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂર્ણતાના આરે આવી હતી. જ્યારે સચિવાલયના હેલીપેડથી ડિફેન્સ દ્વારા અનેક વખત રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. આમ જે રીતે અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે. અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા અંતિમ સમયે ડિફેન્સ એક્સપો 2020 મોકૂફ (Defense Expo Postponed) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar Defence Expo 2022 : ડિફેન્સ એક્સપોમાં રશિયા અને યુક્રેન ભાગ લેશે ?

80 થી વધુ દેશો આવના હતા ડિફેન્સ એક્સપો

ડિફેન્સ એક્સપો 2022ની વાત કરવામાં આવે તો ગાંધીનગરના હેલિપેડના મેદાન ખાતે યોજાનારા ડિફેન્સ એક્સપો 2022માં 80થી વધુ દેશો ભાગ લેવા માટે આવી રહ્યા હતા. પરંતુ જે રીતે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે. તેને ધ્યાનમાં લઇને કોઇ પણ દેશનું આવવું અશક્ય થઈ શકે તેમ છે. જ્યારે અનેક દેશમાંથી ડિફેન્સ સાથે સંલગ્ન ધરાવતા એક્ઝિક્યુટિવ પણ ગુજરાત આવવાના હતા. પરંતુ જે રીતે અત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે. તેને ધ્યાનમાં લઈને ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા ડિફેન્સ એક્સપો મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિફેન્સ એક્સપો પ્રથમ વખત ગુજરાતમાં યોજાવાનું આયોજન હતું.

ગાંધીનગર પોલીસે શરૂ કરી તૈયારીઓ

મળતી માહિતી મુજબ જે રીતે ડિફેન્સ એક્સપો 2020નું આયોજન (Planning of Defense Expo 2020) કરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક VVIP અને આમંત્રિતો ગુજરાત અને ગાંધીનગરમાં આવશે. ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી ગાંધીનગર પોલીસના માથે હતી. ગાંધીનગર પોલીસ દ્વારા પણ તમામ એક્શન પ્લાનનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. અત્યારે આ બાબતે ખાસ મેરેથોન બેઠકો પણ યોજવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર શહેર અને હોટેલ લીલા તેમજ અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ કે જ્યાં ડેલીગેટનું રોકાણ કરવામાં આવશે. તે તમામ જગ્યાએ પોલીસ છાવણીમાં તબદીલ કરવાનું આયોજન હતું.

આ પણ વાંચો: Defense Expo 2022: 10થી 13 માર્ચ સુધી ગાંધીનગર ખાતે યોજાશે ડિફેન્સ એક્સપો, PM મોદી કરશે ઉદ્ઘાટન

વાઇબ્રન્ટ મહોત્સવ 2022 રદ

રાજ્યમાં જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પોતાના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ મોકૂફ કરવામાં આવી હતી. અને ત્યારબાદ રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા ખાનગી રાહે તૈયારીઓ ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી. અને ગુજરાત-ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિનની યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે હવે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જોવાઇ રહી છે. અને વિદેશી ડેલિગેશન પણ અત્યારે આવી શકે તેમ ન હોવાના કારણે ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ (Gujarat Global Vibrant Summit) 2022 રદ કરાઈ હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.