ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ટાટા ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે આ મહત્ત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટોન્ડિંગ કરવામાં આવ્યાં છે.કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વર્ષ 2030 સુધી કાર્બન ઉત્સર્જન એટલે કે પ્રદુષણ ઘટાડવાની મિશન હાથમાં લેવામાં આવ્યું છે, ઇલેક્ટ્રિક વાહનો પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફોક્સ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં દેશની પ્રથમ લીથીયમ આયન સેલ ઉત્પાદન કરવાની ફેકટરીના એમઓયુ કરવામાં આવ્યા છે જેના થકી ગુજરાતમાં આવનાર દિવસોમાં 13 હજાર કરોડનું રોકાણ થશે. ગુજરાતમાં ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી સ્થપાશે. આ સંદર્ભે ગુજરાત સરકારના સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિરૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે એમઓયુ સંપન્ન થયાં છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં : એમઓયુ માટે ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MoU સંપન્ન થયાં હતાં.
દસ્તાવેજોની આપલે : ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ હસ્તાક્ષર કર્યાં હતાં અને દસ્તાવેજોની પરસ્પર આપલે કરી હતી.
કાર્બન ઉત્સર્જન લક્ષ્ય : આ વિશે વધુમાં જણાવાયું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધીમાં દેશમાં 50 ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા 100 ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગનું લક્ષ્ય રાખ્યું છે. જેેને સાકાર કરવા માટે ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપના તરફ કદમ માંડવા માટે આ ફેક્ટરી માટે એમઓયુ થયાં છે. ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે.
રોજગારીની વિપુલ તકો : લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ અંદાજે 13000 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે 20 Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને 13000થી વધુ લોકોને રોજગારનો અવસર આ પ્લાન્ટ કાર્યાન્વિત થયા બાદ પ્રાપ્ત થઇ શકશે.
ઈવી વપરાશ વધારાશે : ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રયત્નશીલ છે. આ સંદર્ભમાં ઈવી- ઇલેક્ટ્રિક વેહિકલનો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે. જેને લઇને આ પ્લાન્ટ ચાવીરુપ બની રહેશે.
મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ : ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે ગુજરાત સરકારના તમામ સહયોગની તત્પરતા એમઓયુ થવાની વેળાએ વ્યકત કરી હતી. તો આ હસ્તાક્ષર થવા દરમિયાન સીએમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયાં હતાં.
- Gujarat Govt Mou : સરકારે ડીસીટીએલ સાથે એમઓયુ કર્યાં, પેટ્રોકેમિકલ્સ ઇન્ટરમિડીએટમાં ત્રણ પ્રોજેક્ટ માટે 5000 કરોડનું રોકાણ
- Chintan Shibir : એકતાનગરમાં ચિંતન શિબિરના જૂથ ચર્ચાસત્રો સહિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર્શન યોજાયું, વોક વે વીથ કૅનોપી વિશે જાણો
- Gandhinagar News : ગુજરાતના ત્રણ બીચ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા થયાં ટ્રાઇ પાર્ટી એમઓયુ, વનપ્રધાન મૂકેશ પટેલે કર્યું ઇ ખાતમૂહુર્ત