ETV Bharat / state

અનલોક-1માં CM રૂપાણીએ વિવિધ વિકાસના 6 કામોને આપી મંજૂરી, જુઓ વિગતવાર અહેવાલ - Gandhinagar News

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના કોવિડ-19ના સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-1 અંતર્ગત CM રૂપાણીએ વિવિધ વિકાસના 6 કામોને મંજૂરી આપી છે.

CM રૂપાણી
CM રૂપાણી
author img

By

Published : Jun 8, 2020, 8:41 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના કોવિડ-19ના સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-1 અંતર્ગત 1 જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની બહુધા રોજિંદી કામગીરી શરૂ કરાવી છે.

કોરોનાના આ કાળમાં પણ વિકાસની ગતિ અટકે નહિ અને આંતરમાળખાકીય સુવિધા સાથો-સાથ આવાસ, ઊર્જા, ઊદ્યોગના કામો પણ ત્વરાએ હાથ ધરી રાજ્યની વિકાસયાત્રાને પૂર્વવત વેગવાન બનાવવાના CM રૂપાણીએ એક જ દિવસમાં રાજ્યમાં મુખ્યપ્રધાન ગૃહ યોજના અને વડાપ્રધાન આવાસ યોજના માટે 50875 ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે.

• સુરત મહાનગરમાં 50,875 ચોરસ મીટર જમીન વડાપ્રધાન આવાસ-મુખ્યપ્રધાન ગૃહ યોજના માટે ફાળવી છે.
• સરહદી વિસ્તાર રાપરના ચિત્રોડમાં 7.50 લાખ ચોરસ મીટર જમીન ઔદ્યોગિક વસાહત નિર્માણ માટે GIDCને આપી.
• નવસારી-પલસાણાના તાંતીથૈયામાં 66 કે.વી. સબસ્ટેશન નિર્માણ માટે 4900 ચો.મીટર જમીન જેટકોને સોપવાનો નિર્ણય કરાયો.
• સુરત મહાનગરપાલિકા બહારના આઉટગ્રોથ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 32.99 કરોડ ફાળવાશે.
• પેથાપૂર નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અન્વયે 40 લાખના કામોની મંજૂરી
• ફરેડી મોડાસા-અરવલ્લીમાં 220 કે.વી. સબસ્ટેશન માટે 45 હજાર ચો.મીટર જમીન જેટકોને ફાળવાશે.

શહેરી ક્ષેત્રો અને નગરો-ગામોના વિવિધ વિકાસ કામો માટે જે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં, સુરત મહાનગરપાલિકાના પાંચ અલગ-અલગ વિસ્તારોમાં વડાપ્રધાન આવાસ યોજના અને મુખ્યપ્રધાન ગૃહ યોજના અંતર્ગત PPP ધોરણે આવાસ નિર્માણ માટે જમીન ફાળવણી કરી છે.

CM રૂપાણીએ 1 જૂનના રાજ્ય સરકારના વિવિધ વિભાગો/કચેરીઓ પૂન: કાર્યરત થવાની સાથે જ વિકાસકામોની રફતાર કોરોના સંક્રમણ વચ્ચે પણ જળવાઇ રહે તેવા હેતુથી આટ-આટલા વિકાસકામોને માત્ર એક જ દિવસમાં મંજૂરીઓ આપી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.