ગાંધીનગર: કોવિડ 19 બાબતે કેન્દ્ર સરકારે લોકડાઉન 4.0માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકર દ્વારા ઝોન પ્રમાણે બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં બુધવારે એક અઠવાડિયામાં એટલે કે 7 દિવસમાં 2.63 લાખ પ્રવાસીઓએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો છે.
એસ.ટી. બસ સેવા અંગે સીએમના અંગતસચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિકોને જાહેર પરિવહન સેવા સરળતાએ મળે તે માટે રાજ્યભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શક્ય તેટલી વધુ ટ્રીપોનું સંચાલન કામગીરી કરવામાં આવી છે. એસ.ટી. નિગમને પ્રેરિત કર્યુ હતું. 20 મે થી 26મી મે દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાંથી 2,63,129 જેટલાં પ્રવાસીએ ફરજીયાત માસ્ક પહેરવા સહિત સામાજિક અંતર જાળવીને આ પરિવહન સેવાનો લાભ લીધો છે.
કઇ તારીખે કેટલા મુસાફરોએ મુસાફરી કરી
• 21 મે ના રોજ 25,023 પ્રવાસી
• 22 મે ના રોજ 34,825 પ્રવાસી
• 23 મે ના રોજ 40,818 પ્રવાસી
• 24 મે મે ના રોજ 35,065 પ્રવાસી
• 25 મે ના રોજ 45,825 પ્રવાસી
• 26 મે રોજ 58,505 પ્રવાસી સાથે કુલ 7 દિવસમાં 2,63,129 પ્રવાસીએ મુસાફરી કરી છે.
એસ.ટી નિગમ દ્વારા પરિવહન સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે કરાયેલા પ્રયાસો સીએમ વિજય રૂપાણીએ રાજ્યની જનતા અને સમગ્ર એસ.ટી. ટીમને અભિનંદન આપ્યા છે.