ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 266 પોઝિટિવ કેસ, 277 દર્દીને રજા આપવામાં આવી - The total number of corona

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 266 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 277 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.93 ટકા જેટલો નોંધાયો છે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Feb 19, 2021, 10:54 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 266 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં 1 મોત
  • કુલ 8,09,893 લોકોનું રસીકરણ કરાયું
  • રિકવરી રેટ 97.72 ટકા થયો

ગાંધીનગરઃ દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 266 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 277 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.93 ટકા જેટલો નોંધાયો છે.

2 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 જિલ્લા જેવા કે, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, ભાવનગર, નર્મદા અને નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 1-1 કેસ સામે આવ્યા છે.

ગાંધીનગર
ગાંધીનગર

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

સજના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજે કુલ 315 કેન્દ્ર પર 1,235 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ 8,09,893 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલી નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 1684 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 30 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 1,654 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યા સુધીમાં કુલ 2,60,475 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,404 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે, અમદાવાદ કોર્પોરેશનમાં 46 જેટલા નોંધાયા છે, ત્યારબાદ બરોડામાં 42 રાજકોટમાં 21 અને સુરતમાં 37 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.