ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 268 કેસ પોઝિટિવ આવ્યા, 7,67,611 લોકોને રસી અપાઈ - Total of Gujarat Corona

રાજ્યમાં દિવાળી બાદ કરોનાના સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 268 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 નું મોત નિપજ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 268 કેસ પોઝિટિવ આવ્યા, 7,67,611 લોકોને રસી અપાઈ

author img

By

Published : Feb 12, 2021, 10:59 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
  • છેલ્લા 24 કલાકમાં 268 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં કોરોનાના કારણે કુલ 1 મોત
  • છેલ્લા 24 કલાકમાં 281 દર્દીઓને આપવામાં આવી રજા

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 268 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 ના મોત નિપજ્યું છે. જ્યારે 10 જિલ્લામાં અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો

રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 97.67 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,58,551 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 268 કેસ પોઝિટિવ આવ્યા, 7,67,611 લોકોને રસી અપાઈ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 268 કેસ પોઝિટિવ આવ્યા, 7,67,611 લોકોને રસી અપાઈ

1,268 કેન્દ્રોમાં 7,67,611 લોકોને રસી આપી

16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં આજે 786 કેન્દ્રો પર 25, 823 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 7,67,611 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 1,767 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,767 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 28 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 1,739 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4400 મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 59, રાજકોટ કોર્પોરેશનમાં 37, સુરત કોર્પોરેશનમાં 34 અને બરોડા કોર્પોરેશનમાં કુલ 42 કેસ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.