ગાંધીનગર: ભારતના સંવિધાનનો આધારસ્થંભો છે તેમાં વિધાનસભા ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. આમાં જ્યારે પ્રજાના નાણાંનો હિસાબકિતાબ પણ શામેલ હોય ત્યારે તેની કાર્યપદ્ધતિ શું છે, વ્યવસ્થાઓ શું છે વગેરે અનેકાનેક સંચાલનલક્ષી કામગીરીઓ છે જેના વિશે નાગરિકોમાં જાગૃતિ હોય તે જરુરી છે. બસ, આ જ હેતુ છે વિદ્યાર્થી વિધાનસભા સત્રના આયોજનનો. જાણો આ કઇ રીતે અને કઇ તારીખે જોવા મળશે.
2 જૂલાઈએ મળશે આવું સત્ર- ગુજરાત સરકારે સંસદીય લોકશાહી પ્રણાલીમાં આજે મહત્વનો કહી શકાય તે પ્રકારનો નિર્ણય કર્યો છે. આગામી જુલાઈ માસમાં રાજ્ય વિધાનસભા વિશેષ સત્ર મળવા ( Gujarat Legislative Assembly )જઈ રહ્યું છે. આ સત્ર એટલા માટે મહત્વનું છે કે જેમા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષથી લઈને મુખ્યપ્રધાન તેમના મંત્રીમંડળના સદસ્યો ધારાસભ્યો સહિત વિધાનસભામાં કામ કરતા અધિકારીઓની જગ્યાએ ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બેસેલા(Students assembly session in Gujarat) જોવા મળશે. અધ્યક્ષ સ્થાનેથી પણ વિદ્યાર્થી લોકશાહી પરંપરાને નિભાવતો જોવા મળશે. તો બીજી તરફ વિધાનસભામાં બેઠેલા ધારાસભ્યો પણ વિદ્યાર્થીના રૂપમાં હશે અને તેઓ ગુજરાત વિધાનસભાની કાર્ય પદ્ધતિ અને પરંપરાને અનુસરીને લોકશાહી પરંપરા શીખતા જોવા મળશે.
વિદ્યાર્થીઓ જ વિધાનસભાના અધ્યક્ષ - સામાન્ય રીતે વિદ્યાર્થીઓ વિધાનસભાની કાર્યપદ્ધતિ મુખ્ય પ્રધાન, પ્રધાન અને વિધાનસભાના સભ્યોના કામકાજથી ખૂબ પરિચિત હોતા નથી. પરંતુ હવે જ્યારે વિદ્યાર્થીઓ જ વિધાનસભાના અધ્યક્ષ લઈને મુખ્યપ્રધાન પ્રધાન મંડળના સદસ્યો અને વિધાનસભ્ય તરીકેની જવાબદારી 24 કલાક માટે નિભાવતા જોવા મળશે. ભારતની મજબૂત ગણાતી લોકશાહી પરંપરામાં આ વધુ એક સોનેરી તક ગણાશે. રાજ્ય સરકારના આ નિર્ણયની લોકશાહી પરંપરાને વધુ મજબૂત કરવામાં ખૂબ મોટું પીઠબળ સમાન પુરવાર થશે.
વિદ્યાર્થીઓને મંડળના સભ્યો અને ધારાસભ્ય બનવાની તક - રાજ્ય સરકારે એક દિવસ માટે વિદ્યાર્થીઓને વિધાનસભાના અધ્યક્ષ લઈને મુખ્યપ્રધાન પ્રધાન મંડળના સભ્યો અને ધારાસભ્ય બનવાની જે તક પ્રાપ્ત કરાવી છે તે નાયક ફિલ્મના દ્રશ્યને ફરી એક વખત જીવંત કરી આપે છે. જેથી વિદ્યાર્થીઓમાં લોકશાહી પરંપરાને સમજવાની અને તેને કઈ રીતે અનુસરવું તેની સાચી સમજણ વિદ્યાર્થીકાળથી આવશે જેનો ફાયદો લોકશાહીને વધુ મજબૂત કરવા માટે થઈ શકે છે.
પ્રેક્ષક તરીકે જોવા મળશે આ મહાનુભાવો - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓની વાર છે. રાજકીય લોકો ક્યારના મીટ માંડીને બેઠા છે કે ક્યારે વિધાનસભા થાય, ત્યારે જ આવા સમયમાં 2 જુલાઈના રોજ વિધાનસભા ગૃહમાં એક વિશેષ સત્રનું (Gujarat Assembly 2022)એક દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ નિમાબહેન આચાર્ય અને સાશક અને વિપક્ષના ધારાસભ્યો હાજર તો હશે પણ ફક્ત પ્રેક્ષક તરીકે.
કયા વિદ્યાર્થીઓને મળશે લહાવો - 2 જુલાઇના રોજ ગુજરાત વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની એક NGO દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ જિલ્લાના ધોરણ 10 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વિધાનસભા ગૃહમાં ગૃહના નેતા, વિપક્ષ નેતા, દંડક, ઉપદંડક અને અધ્યક્ષ તરીકે જોવા મળશે.
યુવા રાજનીતિ સત્ર તરીકે નોંધાશે - વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્યે જણાવ્યું હતું કે આ બાબતે વિધાસનભા અધ્યક્ષ તરીકે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. 2 જુલાઈના રોજ વિધાનસભાનું વિશેષ યુવા રાજનીતિ સત્ર મળશે, જેમાં જે રીતે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તેવી જ રીતની કાર્યવાહી વિધાર્થીઓ દ્વારા કરવામાં આવશે. જ્યારે ગુજરાત વિધાનસભામાં આ પ્રથમ વખત થઈ રહ્યું છે અને અગાઉ પહેલા રાજસ્થાન વિધાનસભામાં આવી રીતેનું આયોજન અગાઉ થઈ ચૂક્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : અમિત શાહની ગણાતી બેઠકમાં આ વખતે પાટીદારોનો ઝોક ભાજપ તરફી રહેશે?
આ જોવા અન્ય રાજ્યમાંથી પણ આવશે મહાનુભાવો - યુવા રાજનીતિના વિશેષ સત્રમાં રાજ્યમાંથી અલગ અલગ 400 મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે પ્રેક્ષક ગેલેરીમાં આ તમામ મહાનુભાવો જોવા મળશે જ્યારે ભૂપેન્દ્ર પટેલ, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, સાશક પક્ષના દંડક, અમે વિપક્ષના દંડક પણ પ્રેક્ષક ગેલેરીમાં જોવા મળશે, જ્યારે યુવાઓ રાજનીતિને સમજે અને રાજનીતિની નજીક આવે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.